આવતીકાલથી ભવનાથના મેળાનો પ્રારંભ, એસટી નિગમ 195 બસો દોડાવશે
જૂનાગઢમાં આવતીકાલ 11 ફેબ્રુઆરીથી ઐતિહાસિક મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. ગિરનારની તળેટીમાં પાંચ દિવસ સુધી ચાલનારા આ ભવ્ય મેળામાં લાખો ભક્તો ઉમટી પડશે.

ભક્તોની સુવિધા માટે ગુજરાત એસટી નિગમે 195 જેટલી વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. નિગમ દ્વારા આ મેળા દરમિયાન અંદાજે 7800 જેટલી ટ્રિપ્સનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
એસટી વિભાગના આ આયોજનથી અંદાજે 3.70 લાખથી વધુ શ્રદ્ધાળુઓને પરિવહનની સરળતા રહેશે. આ મિનિ કુંભ મેળામાં ભીડને પહોંચી વળવા માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે 80 જેટલી લોકલ બસો સતત દોડશે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકો માટે પણ 115 એક્સપ્રેસ બસોની વ્યવસ્થા કરાઈ છે.
મુસાફરોની સલામતી માટે તમામ એસટી બસોનું 24 કલાક જીપીએસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. આ વર્ષે મેળો વધુ ભવ્ય હોવાથી પરિવહન સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
