For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મતદાન નહીં કરો તો ભરવો પડશે સોથી ત્રણસો રૂપિયાનો દંડ

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મતદાન ન કરનારને દંડની જોગવાઈ

મતદાન ન કરનારને દંડની જોગવાઈ

શહેરીવિકાસ વિભાગ બહાર પાડશે નોટિફિકેશન. ફરજિયાત મતદાનના નીતિનિયમોની થશે જાહેરાત. મતદાન ન કરનારને 100થી 300 રૂપિયાના દંડની જોગવાઈ. ફરજિયાત મતદાનને લઈને આવશે નોટિફિકેશન.

રાજ્યમાં વરસાદનું આગમન

રાજ્યમાં વરસાદનું આગમન

રાજ્યમાં વરસાદનું આગમન. સુરત જિલ્લામાં 81 મીમી, વલસાડ જિલ્લામાં 55 મીમી વરસાદ. ભાવનગર જિલ્લામાં 54 મીમી,નવસારી 52 મીમી વરસાદ નોંધાયો.

પરિણીતાનું અપહરણ

પરિણીતાનું અપહરણ

માળિયા મિયાણાના કાજરડા ગામે પરિણીતાનું અપહરણ. માળિયા પીએસઆઈએ પરિણીતાને મુક્ત કરાવી. અપહરણમાં સામેલ મહિલાની ધરપકડ, 10 શખસો ફરાર.

પરસોતમ સોલંકીની તબિયત લથડી

પરસોતમ સોલંકીની તબિયત લથડી

રાજ્યકક્ષાના પ્રધાન પરસોતમ સોલંકીની તબિયત લથડી. પરસોતમ સોલંકીને સારવાર માટે ખસેડાયા. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.

અમદાવાદમાં જુગારધામ ઝડપાયું

અમદાવાદમાં જુગારધામ ઝડપાયું

સારંગપુરબ્રિજ નીચે ચાલતા જુગારધામ પર દરોડા. પરવેઝના જુગારધામ પર DG વિજિલન્સના દરોડા. વિજિલન્સે 40 જેટલા જુગારીને ઝડપ્યા.

હવે પડશે ધોધમાર વરસાદ

હવે પડશે ધોધમાર વરસાદ

હાલમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાઇ રહ્યું છે. વરસાદી સિસ્ટમ એક્ટીવ થઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા 3થી 4 દિવસ દરમ્યાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સ્વામિનારાયણ મંદિર, મહિલાઓ કરશે વિરોધ

સ્વામિનારાયણ મંદિર, મહિલાઓ કરશે વિરોધ

સુરત સ્વામિનારાયણ મંદિરના દાન-ધર્માદાનો મામલો. 250 જેટલા હરિભક્તોએ મુંડન કરાવી વિરોધ દર્શાવ્યો. કાલે સાંજે 5 વાગ્યે મહિલાઓ પૂજન કરી કરશે વિરોધ.

અમદાવાદની કોલેજમાં ખોટી રીતે આપાય છે એડમિશન

અમદાવાદની કોલેજમાં ખોટી રીતે આપાય છે એડમિશન

અમદાવાદની SMP કૉલેજમાં ખોટી રીતે પ્રવેશ આપવાનો મામલો સામે આવ્યો છે. નોન એનઆરઆઈને એનઆરઆઈ કોટામાં પ્રવેશ અપાય છે.
આ અંગે NSUI દ્વારા કૉલેજમાં ધરણાંનું આયોજન કર્યું છે.

સુરત

સુરત

વરાછામાં હીરાના કારખાનામાંથી કારીગરે 5.5 લાખના હીરાની ચોરી કરી ફરાર થઇ ગયો છે. હીરાની સાથે સાથે તે સીસીટીવી ફૂટેજનો ડીવીઆર પણ સાથે લેતો ગયો. વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

વાઘેલાએ યોગને ગણાવ્યું નાટક

વાઘેલાએ યોગને ગણાવ્યું નાટક

વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ યોગને નાટક ગણાવ્યું. સરકારની નાકામી દર્શાવી. CBI દ્વારા કિન્નાખોરી રખાતી હોવાનો કર્યો આક્ષેપ. આ પહેલા તેમણે જણાવ્યું હતું કે યોગ દેખાડો કરવાની વસ્તુ નથી.

હાઈકોર્ટની સામે મારુતિ વાનમાં આગ

હાઈકોર્ટની સામે મારુતિ વાનમાં આગ

ગુજરાત હાઈકોર્ટની સામે મારુતિ વાનમાં આગ ભભૂકી ઊઠી, જેના કારણે નાસભાગ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને બૂઝાવી હતી, ઘટનાને પગલે ટ્રાફીક જામ થઇ ગયો હતો.

શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ

શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ

શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસે ભાજપના યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહને સાંસદ દિલીપ પટેલની રક્તતુલા.

તલાટી લાંચ લેતા ઝડપાયા

તલાટી લાંચ લેતા ઝડપાયા

મહેસાણાના ચંદાસણા ગામના તલાટી લાંચ લેતા ઝડપાયા. તલાટી ભરત પટેલ 200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. ACBએ તલાટીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા. કાર્યવાહી હાથ ધરાઇ.

વિદેશી દારૂ ઝડપાયો

વિદેશી દારૂ ઝડપાયો

વિદેશી દારૂ ભરેલી એસેન્ટ કાર સાથે 1ની અટક, અમદાવાદના કોન્સ્ટેબલની કારમાં દારૂની હેરાફેરી થતી હતી. પીસીબીએ બાતમીને આધારે ઓપરેશન પાર પાડ્યું.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X