વિજયના વધામણા માટે તૈયાર પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ્’
ગાંધીનગર, 16 મે : ‘કમલમ્' એમ તો ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપનું પ્રદેશ કાર્યાલય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ પ્રદેશ કાર્યાલય રાષ્ટ્રીય કક્ષાની રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયું છે. જે નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર છે, તેઓ ગુજરાતના છે અને સ્વાભાવિકપણે ગુજરાત ભાજપ રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચામાં છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં કોબા સર્કલ ખાતે આવેલ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ્'માં ભાજપના કાર્યકરો સવારથી પહોંચી ચુક્યાં છે, જ્યારે મોટા નેતાઓ મતગણતરીના ટ્રેંડ્ઝ મળતા ધીમે-ધીમે પહોંચવા લાગશે. ‘કમલમ્' ખાતે વિજયના વધામણા અને ઉત્સવની ઉજવણી થવાની છે, ત્યારે મીડિયાના લોકો પણ ‘કમલમ્' પહોંચી ચુક્યાં છે. મીડિયાની મોટી-મોટી ઓબી વૅનો કમલમ્ પ્રાંગણમાં પડાવ નાંખી ચુકી છે.












Click it and Unblock the Notifications
