For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પદ્માવત રીલીઝનો વિરોધ વધારે પ્રબળ બન્યો, ઠેરઠેર ટાયરો સળગાવાયા

પદ્માવત ફિલ્મનો વિરોધ ગુજરાતમાં વધુ વકર્યો છે. અમદાવાદ અને જામનગરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પદ્માવત ફિલ્મને લઇને ગુજરાતમાં થઇ રહેલા વિરોધ અંગે વધુ જાણો

By Oneindia
|
Google Oneindia Gujarati News

સુપ્રીમકોર્ટ દ્વારા ફિલ્મ પદ્માવતને લીલીઝંડી આપવામા આવી હતી, છતાં પણ કરણી સેના દ્વારા તેનો ઠેર ઠેર વિરોધ કરવામા આવી રહ્યો છે. દરમ્યાન જ ગત રોજ આ બાબતે અમદાવાદના શાહીબાગમાં બસો અટકાવી અને તેમાં તોડફોડ કરવાની ઘટના પ્રકાશમાં આવવા પામી હતી જેની સામે આજ રોજ ગુન્હો દાખલ કરવામા આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર ૪૦થી પ૦ના ટોળા સામે ગુન્હો નોંધવામા આવ્યો છે. તો બીજી તરફ બનાસકાંઠામા પણ ટોળું રસ્તા પર ઉતરી આવ્યુ હતું અને ટાયટો સળગાવી વિરોધ વ્યક્ત કરોય હતો જ્યારે બાવળા બગોદરા હાઇવે પર ભાવનગર તરફથી આવતો ટ્રાફિક રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારે ભાવનગરથી એસ.ટી.

Gujarat

બસમાં અમદાવાદ આવી રહ્લા મહિલાએ જણાવ્યુ હતું કે ઠંડીન કારણે અમે ભાવનગરથી અમદાવાદ આવવા માટે બપોર 2.30 વાગ્યાની બસમાં બેઠા હતા પરંતુ બાવળા બગોદરા પાસે કરણી સેનાના કાર્યકરોએ ટાયરો બાળી વિરોધ વ્યક્ત કર્યો હતો જેને પગલે ટ્રાફિક જામ થયો હતો અન બસ નિયત રૂટને બદલે બીજા રૂટ પરથી અમદાવાદ આવી હતી પરિણામે ઘણું મોડુ થયું હતું. તો જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં પણ ફિલ્મ પદ્માવતની રીલીઝનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતમા પાટણ , થરાદ, મહેસાણા અને બહુચરાજીમાં પણ પદ્માવત રીલીઝનો ટાયરો બાળી વિરોધ કરવામાં આવ્યોછે. આમ ફિલ્મનો જ્યાં એક તરફ વિરોધ થઇ રહ્યો છે. ત્યાં જ બીજી તરફ લોકોને પણ આ વિરોધના કારણે ટ્રાફિકની સમસ્યાને સહન કરવાનો વારો આવ્યો છે.

English summary
Karni sena protesting padmaavat film at Ahmedabad, Jamnagar. Read more detail here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X