ખંભાળિયા રેલવે ક્રોસિંગ ફ્રી બનશે, નવા બ્રિજને મંજુરી મળી
ખંભાળિયા વિસ્તારના લોકોને બહુ જલ્દી રેલવે ક્રોસિંગથી આઝાદી મળશે. લોકસભા સાંસદ સભ્ય પૂનમ માડમ અને સ્થાનિક ધારાસભ્ય મૂળુભાઈ બેરાના પ્રયાસોથી તાજેતરમાં જડેશ્વર ટેકરીથી દ્વારકા બાયપાસ સુધીના રૂટ પર રેલવે દ્વારા 4 કરોડના ખર્ચે અંડર બ્રિજ બનાવવામાં આવ્યો છે.

આ સિવાય જામનગર તરફના રેલ્વે ક્રોસિંગ માટે 38 કરોડનો રેલ્વે ઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે, જેના માટે ટેન્ડરીંગ પ્રક્રિયા ચાલી રહી છે.
સલાયા રોડ પર વધુ બે અંડર બ્રિજનું કામ શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આગામી દ્વારકા મુલાકાત દરમિયાન 5 કરોડના ખર્ચે પાયલ હોટલ-પોરબંદર રોડ-ભાણવડ રોડ પર અન્ડર બ્રિજનું ભૂમીપૂજન કરશે. આ તમામ બ્રિજ પૂર્ણ થતાં ખંભાળિયા રેલ્વે ક્રોસિંગ ફ્રી બની જશે.
જણાવી દઈએ કે, રેલ્વે ક્રોસિંગને કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ફાટક બંધ થઈ જવાના કારણે મોટા સમયનો વ્યય થાય છે. હવે આ તમામ બ્રિજને કારણે લોકોને આમાંથી આઝાદી મળશે.












Click it and Unblock the Notifications
