For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખોડલધામ પાટોત્સવ થઇ શકે છે રદ્દ, નરેશ પટેલે બોલાવી આવતીકાલે બેઠક, લેવાઇ શકે છે નિર્ણય

ગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસથી વધી રહેલાં કોરોનાનાં સંક્રમણનાં કારણે રાજ્યમાં એક બાદ એક હવે પ્રતિબંધો લાદવાનાં શરૂ કરી દેવાયાં છે. ત્યારે હવે વાઇબ્રન્ટ સમિટ અને અમદાવાદનો ફ્લાવર શો જેવાં કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યાં

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસથી વધી રહેલાં કોરોનાનાં સંક્રમણનાં કારણે રાજ્યમાં એક બાદ એક હવે પ્રતિબંધો લાદવાનાં શરૂ કરી દેવાયાં છે. ત્યારે હવે વાઇબ્રન્ટ સમિટ અને અમદાવાદનો ફ્લાવર શો જેવાં કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યાં છે. તદુપરાંત આજ સાંજનાં પણ નવા નિયમો અંગેની ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે. એવામાં વધુ એક મહત્વનાં સમાચાર સામે આવ્યાં છે.

Naresh Patel

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે ખોડલધામ પાટોત્સવ પણ રદ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. આવતી કાલે તમામ ટ્રસ્ટીઓની બેઠક બોલાવવામાં આવશે. મહત્વનું છે કે, તારીખ 21મી જાન્યુઆરીનાં રોજ આ ખોડલ ધામ પાટોત્સવ યોજાવાનો હતો. જેમાં 20 લાખથી પણ વધુ લોકોની જોડાવાની અપેક્ષા સેવાઇ રહી છે.

ખુદ મુખ્યમંત્રી સહિતનાં મંત્રીઓ પણ આ પાટોત્સવમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. જો કે, હવે કોરોનાની નવી ગાઇડલાઇન્સનાં કારણે આ પાટોત્સવ વર્ચ્યુઅલ થાય તેવી સંભાવના છે. જો કે, આ અંગે આજ સાંજ સુધીમાં મહત્વનો નિર્ણય લેવાશે. કોરોનાની નવી ગાઇડલાઇન્સ કારણે વર્ચ્યુઅલ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. નરેશ પટેલ દ્વારા કાલે ટ્રસ્ટીઓની બેઠક બોલાવામાં આવી છે.અને તેની સાથે કાલ ખબર પડશે કે આ આયોજન થશે કે નહી.

English summary
Khodaldham Patotsav may be canceled, Naresh Patel called a meeting tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X