જાણો તમારા ઉમેદવારને : લિંબડીથી ભાજપના કિરિટસિંહ રાણા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં લિંબડીની બેઠક ઉપરના ઉમેદવારનું નામ જાહેર. કિરિટસિંહ રાણા લિંબડી બેઠક પરથી લડશે ચૂંટણી. કિરિટસિંહ રાણા અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તા 17 નવેમ્બરના રોજ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં લિંબડીની બેઠક પરથી કિરિટસિંહ રાણાને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. કિરિટસિંહ રાણા વિષે થોડુ જાણીએ. તેમનો જન્મ 7 જુલાઇ 1964 ના રોજ લિંબડી તાલુકામાં થયો હતો. કિરિટસિંહ રાણાના પિતાનું નામ જીતુભાઈ કેસરસિંહ રાણા હતું. કિરિટસિંહને એક પુત્ર અને એક પુત્રી છે. તેમણે વર્ષ 1995માં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેઓ અટલા સમટમાં ગુજરાતની ભાજપ સરકારના ઘણા બધા વિભાગોના મંત્રી રહી ચુક્યા છે.

myneta.in પરથી મળતી માહિતી અનુસાર કિરિટસિંહ રાણાએ 10માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના મુખ્ય વ્યવસાય હોટલનો છે. તેમના માલિકીની તેઓ હોટલ ધરાવે છે. તેમની કુલ સંપત્તિ લગભગ 2 કરોડ જેટલી છે. તેમના પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધાયો.












Click it and Unblock the Notifications
