કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ
જૂનાગઢના ભવનાથ મેળામાં સર્જાયેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે મહંત ઈન્દ્રભારતી બાપુ સાથે સમાધાન કરી લીધું હોવાની વિગતો મળી રહી છે.
ગિરનાર ખાતેથી સામે આવેલી નવી તસવીરોમાં કીર્તિ પટેલ સાધુ-સંતોના આશીર્વાદ લેતી જોવા મળી રહી છે. આ મુલાકાત દરમિયાન તેણે ઈન્દ્રભારતી બાપુને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.

આ સમાધાન વખતે હરીહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રાનંદ ગીરીબાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઈન્દ્રભારતી બાપુએ પણ ભૂતકાળના વિવાદો ભૂલીને કીર્તિ પટેલને આશીર્વાદ પાઠવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સમાધાન બાદ કીર્તિ પટેલે જણાવ્યું કે સનાતન ધર્મની ગરિમા જાળવવા આ નિર્ણય લીધો છે. તેણે ઉમેર્યું કે કેટલાક લોકોએ વિવાદ વધારવાનો પ્રયાસ કર્યો પણ ગિરનારી મહારાજે તે સફળ ન થવા દીધો.
ઉલ્લેખનીય છે કે ભવનાથના મેળામાં પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરવા બાબતે મોટો વિવાદ ઊભો થયો હતો. આ ઘટના બાદ સાધુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કીર્તિ સામે ફરિયાદો પણ થઈ હતી.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ બાદ હવે આ મામલે સત્તાવાર રીતે સમાધાન થતા વિવાદ શાંત પડ્યો છે. સોશિયલ મીડિયા પર આ સમાધાનની તસવીરો હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
