For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : પતંગ રસિકોએ દિલ્હી ગેંગ રેપની પીડિતાને શ્રદ્ધાંજલિ આપી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 13 જાન્યુઆરી : આજે ઉત્તરાયણની પૂર્વ સવારે અમદાવાદ ખાતે આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પર રંગબેરંગી નજારો જોઇને લોકો ખુશ થઇ ગયા હતા. અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ વાઇબ્રન્ટ ગુજરાત પતંગોત્સવની મજા માણી હતી.

આ પતંગ મહોત્સવનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદઘાટન બાદ નરેન્દ્ર મોદીએ રિવરફ્ર્ન્ટ પર ખુલ્લી જીપમાં ફરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન તેમણે હાથ મિલાવવા ઉત્સુક વિદેશી મહિલા મુલાકાતીની ઇચ્છા પુરી કરી હતી. તેમણે પતંગબાજોએ ચડાવેલી પતંગોનો નજારો પણ માણ્યો હતો.

પતંગ એ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ ઉડનારો થાય છે. આ પતંગ ઉત્સવમાં 50 દેશોના 100 જેટલા પતંગબાજોએ અને દેશમાંથી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળના 150થી વધારે પતંગબાજોએ પણ ભાગ લીધો હતો.

વાઇબ્રન્ટ ગુજરાત પતંગ મહોત્સવ 2013

વાઇબ્રન્ટ ગુજરાત પતંગ મહોત્સવ 2013

દિલ્હી ગેંગ રેપની પીડિતાને પતંગ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

વાઇબ્રન્ટ ગુજરાત પતંગ મહોત્સવ 2013

વાઇબ્રન્ટ ગુજરાત પતંગ મહોત્સવ 2013

વાઇબ્રન્ટ ગુજરાત પતંગોત્સવના ઉદઘાટન બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન તેમણે વિદેશી મુલાકાતી સાથે હાથ મિલાવ્યો હતો.

વાઇબ્રન્ટ ગુજરાત પતંગ મહોત્સવ 2013

વાઇબ્રન્ટ ગુજરાત પતંગ મહોત્સવ 2013

પતંગ મહોત્સવમાં દેશ - વિદેશથી આવેલા 150થી વધારે પતંગબાજોએ જાત-ભાત-કદની પતંગો આકાશમાં ઉડાવી દર્શકોને દંગ કરી દીધા હતા.

English summary
Kite lovers give tribute to Delhi gang rape victim in kite festival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X