• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : જાણો મોરબી વિધાનસભા બેઠકનું સમીકરણ, ઝુલતો પુલ દુર્ઘટનાની શું થશે અસર?

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : મોરબી જિલ્લો દેશ અને દુનિયાની નજરે ચડ્યો છે. કારણ કે થોડા સમય પહેલા ઝુલતો પુલ તૂટવાને કારણે 135 લોકોના મોત થયા હતા. મોરબી બેઠક પરથી ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ઉમેદવાર બનાવામાં આવ્યા છે.

મોરબી પુલ દુર્ઘટના દરમિયાન લોકોનો જીવ બચાવવા બદલ તે સમયે કાંતિલાલ ચર્ચામાં રહ્યા હતા. તેમણે લોકોનો જીવ બચાવવા માટે મચ્છુ નદીમાં કુદી ગયા હતા. તેમણે ઘણા લોકોનો જીવ બચાવ્યો હતો.

2017માં કોંગ્રેસની થઇ હતી જીત

2017માં કોંગ્રેસની થઇ હતી જીત

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક પરથી કાંતિલાલ અમૃતિયાને ઉમેદવાર બનાવ્યા હતા. તે જ સમયે કોંગ્રેસ તરફથી બ્રિજેશ મેરજા ચૂંટણી મેદાનમાં હતા.

બ્રિજેશ મેરજાએ ભાજપના ઉમેદવારને ત્રણ હજાર મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારો મેદાનમાં હતા. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સિવાય બાકીના છ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી.

કોંગ્રેસના ધારાસભ્યએ 2020માં પાર્ટી છોડી

કોંગ્રેસના ધારાસભ્યએ 2020માં પાર્ટી છોડી

2017માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બનેલા બ્રિજેશ મેરજાએ બાદમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. મેરજાના રાજીનામા બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં બ્રિજેશ મેરજાએ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી.તેમણે INCના જયંતિલાલ પટેલને 4000 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

જોકે, આ વખતે ભાજપે મેરજાની જગ્યાએ તેના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ 2017માં મેરજા સામેમાં હારી ગયા હતા.

આ સાથે જ કોંગ્રેસ તરફથી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિલાલ પટેલ ચૂંટણી મેદાનમાં છે. આ સીટ પર પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.

2017માં મોરબી જિલ્લામાં ભાજપનું ખાતું ન ખૂલ્યું

2017માં મોરબી જિલ્લામાં ભાજપનું ખાતું ન ખૂલ્યું

મોરબી બેઠક એ મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પૈકીની એક બેઠક છે. 2017માં કોંગ્રેસે જિલ્લામાં ત્રણમાંથી ત્રણ બેઠકો જીતી હતી. આવા સમયે, ભાજપ એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી. 2017માં મોરબીમાં ભાજપનું ખાતુ પણ ખુલ્યું ન હતું.

2012ની ચૂંટણીમાં ભાજપને મળી હતી જીત

2012ની ચૂંટણીમાં ભાજપને મળી હતી જીત

2012ની ચૂંટણીમાં મોરબી બેઠક ભાજપે જીતી હતી. ભાજપના કાંતિલાલ અમૃતિયાએ કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાને 4,000 મતોની સરસાઈથી હરાવ્યા હતા.

આ ચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને બાદ કરતાં બાકીના છ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આ અગાઉ 1985, 1995, 1998, 2002 અને 2007માં પણ ભાજપ જીત્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું.

15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું.

ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

English summary
know equation of Morbi Assembly seat in Gujarat Assembly Election 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X