કોળી સમાજના કદાવર નેતા મનુ ચાવડા કોંગ્રેસમાં જોડાયા!
કોળી સમાજના રાષ્ટ્રીય નેતા અને ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ ઉપાધ્યક્ષ મનુ ચાવડા તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના હસ્તે તેમણે ખેસ ધારણ કર્યો હતો.
કોળી સમાજના રાષ્ટ્રીય નેતા અને ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ ઉપાધ્યક્ષ મનુ ચાવડા તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના હસ્તે તેમણે ખેસ ધારણ કર્યો હતો. ગુજરાત ના પ્રભારી રઘુ શર્મા, રામકીશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણા, અંબરીષ ડેર સહિતના પ્રદેશ કોંગ્રેસ નાં નેતાઓ ની હાજરી માં કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો હતો.

આજ જ્યારે નેતાઓ કોંગ્રેસ અને અન્ય પાર્ટી માંથી સત્તાધારી પાર્ટી માં જોડાય છે ત્યારે ભાજપ ના પૂર્વ નેતા મનુ ચાવડા કોંગ્રેસ માં જોડાયા છે. તેવો ભાજપ માં પ્રદેશ મંત્રી, દક્ષિણ ગુજરાત નાં પ્રભારી અને સરકાર ના નિગમ ના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મનુ ચાવડા હવે ગારીયાધાર બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના જોવા મળી રહી છે. તેમણે રાહુલ ગાંધીનાં નેતૃત્વ માં કોંગ્રેસ માં જોડાવુ પસંદ કર્યું છે.
કોંગ્રેસમાં જોડાતાં તેમણે જણાવ્યું હતું કે હાલ ની સરકાર માં મોંઘવારી એ માઝા મૂકી છે, નાના અને મધ્યમ પરિવાર ને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. યુવા બેરોજગારી વધી રહી છે ત્યારે ગુજરાત માં પરિવર્તન આવે અને લોકો સારી આરોગ્ય સેવા, શિક્ષણ, મળી રહે તે ભૂતકાળ માં કોંગ્રેસ ની સરકારો માં થયું છે. અને તેવો પોતાની માતૃ સંસ્થામાં ફરી પરત આવ્યા છે.












Click it and Unblock the Notifications
