કચ્છમાં ઉજવાશે નર્મદા મહોત્સવ, જાણો સમગ્ર કાર્યક્રમ

Subscribe to Oneindia News

ભુજ: જિલ્‍લામાં આગામી તા.૬ઠ્ઠીથી તા.૧૫મી સપ્‍ટે-૨૦૧૭ સુધી ચાલનારા માં નર્મદા મહોત્‍સવની ઉજવણી થનાર છે. જે અન્‍વયે કલેકટર કચેરી કોન્‍ફરન્‍સ હોલ ખાતે પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકને સંબોધતાં જિલ્‍લા કલેકટરશ્રી રેમ્‍યા મોહને કચ્‍છ જિલ્‍લો માં નર્મદા મહોત્‍સવના આયોજનો, ઉજવણીમં ઉત્‍સાહભેર ભાગ લેશે તેવું જણાવતાં સબંધિત વિભાગોને પ્રચાર પ્રસાર, જનજાગૃતિ માટે તકેદાર કર્યા હતા. માં નર્મદા કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં થશે જેમાં તારીખ 6સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન કચ્છમાં તેની ઉજવણી કરવામાં આવશે.

river

આ ઉપરાંત બેઠકમાં શહેરી વિસ્‍તારના અગ્રણીઓ ગામે ગામની પાણી સમિતિ, સદભાવના સમિતિ દ્વારા નર્મદા રથનું સ્‍વાગતમ્, નર્મદા ધ્‍વજનું આરોહણ, નર્મદા કુંભ, પ્રતિદિન રૂટના છેલ્‍લા ગામે સાંસ્‍કૃતિક કાર્યક્રમ, દૈનિક કાર્યક્રમોનો અહેવાલ વિઝીટર્સ ડાયરીનો ફિડબેક નોડલ અધિકારીને મોકલવો વગેરે બાબતોએ માર્ગદર્શન અપાયું હતું. નોધનીય છે કે, આયોજનમાં વ્‍યવસ્‍થા, સુરક્ષા બાબતે માર્ગદર્શન પાઠવતાં ગુજરાત-કચ્‍છની જીવાદોરી માં નર્મદા દ્વારા કચ્‍છ પ્રદેશની થનાર કાયાપાલટનો આછેરો ચિતાર પાઠવતાં માં નર્મદાની સાફલ્‍ય ગાથા જન જન સુધી પહોંચે તે માટે ઘનિષ્‍ઠ સહિયારા પ્રયાસો કરવા હિમાયત કરવામા આવી હતી.

English summary
The Narmada Festival will be celebrated for 10 days from the date of 6th to 15th Sep-017 in Kuchh district. City is ready to take part in festival enthusiastically.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.