કચ્છઃ ભૂજોડી ઓવરબ્રીજનુ કામ ફરીથી બંધ થઈ જતા પ્રજા કંટાળી
ભૂજઃ કચ્છના પાટનગર ભૂજની ભાગોળે આવેલ ભૂજોડી ઓવરબ્રીજનુ કામ ઘણા સમયથી ચાલી રહ્યુ હોવાથી હવે પ્રજા હવે કંટાળી ગઈ છે. ઘણી વાર તો કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે જેમાં ઈમરજન્સી વાહનો અટવાઈ જાય છે. રોજિંદા કામ માટે અવરજવર કરતા લોકો અટકી પડે છે. લોકો સમયસર કામ પર કે ઘરે પહોંચી શકતા નથી. ક્યારેક ટ્રાફિકના કારણે લાંબી લાઈનો લાગે છે. પ્રજા હવે કંટાળી ગઈ છે અને જલ્દી આ ઓવરબ્રીજનુ કામ પૂરુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

રાણુભા કાનજી નામના એક નાગરિકનુ કહેવુ છે કે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા થાય છે. જો દવાખાનાનુ કામ હોય તો ખૂબ જ મુશ્કેલી પડે છે અને કલાકો સુધી અહીં ટ્રાફિક જામ રહે છે. અમારી સરકાર પાસે માંગ છે કે આ બ્રીજનુ કામ તાત્કાલિક ધોરણે પૂરુ કરવામાં આવે અને લોકોની સમસ્યાનુ નિરાકરણ કરવામાં આવે. લગભગ છથી સાત વર્ષથી આ કામ બંધ છે. તાત્કાલિક ધોરણે આ પૂર્ણ થાય તો લોકો મુશ્કેલીમાંથી બહાર આવી શકે.
તમને જણાવી દઈએ કે આ કામ વર્ષોથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યુ છે. જ્યારે પણ આ કામ શરૂ થાય ત્યારે તેમાં કોઈ વાંધાઓ કાઢીને ફરીથી બંધ કરી દેવામાં આવે છે તેઓ લોકોનો આરોપ છે. કૉન્ટ્રાક્ટરને સમયસર પૈસા ન મળતા તેણે કામ અટકાવી દીધુ છે અને તેને વહેલી તકે પૈસા આપવામાં આવે તેની માંગ કરી રહ્યો છે.