For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની વિદ્યાર્થી પાંખે શિક્ષણ લજવ્યુંઃ કચ્છમાં પ્રોફેસરના મો પર શાહી ફે્ંકી

ભાજપની વિદ્યાર્થી પાંખે ગુજરાતમાં શિક્ષણને લજવતું કૃત્ય કર્યુ છે. કચ્છની શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં પ્રોફેસર સાથે બદસલુકી કરતાં રાજયના શિક્ષણ જગતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભાજપની વિદ્યાર્થી પાંખે ગુજરાતમાં શિક્ષણને લજવતું કૃત્ય કર્યુ છે. કચ્છની શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં પ્રોફેસર સાથે બદસલુકી કરતાં રાજયના શિક્ષણ જગતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની સ્નાતક મતદાર યાદીમાંથી મનસ્વી રીતે નામો કપાતાં વિરોધ કરવા આવેલા ભાજપની વિદ્યાર્થી પાંખ અખીલ ભારતિય વિધ્યાર્થી પરિષદના કાર્યકરો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા. અને ચુંટણી અધિકારી એવા કેમસ્ટ્રી વિભાગના વડા ગીરીન બક્ષીને માર મારી તેમના મોઢા પર કેમીકલ યુકત કાળો પદાર્થ ફેંકી તેમનું મોઢું કાળું કર્યું હતું.

એબીવીપી કાર્યકરોની ગુંડાગર્દીથી શિક્ષણ આલમમાં ચકચાર

એબીવીપી કાર્યકરોની ગુંડાગર્દીથી શિક્ષણ આલમમાં ચકચાર

યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી માટે જાહેર કરાયેલી નવી મતદાર યાદીમાં અનેક મતદારોના નામ મનસ્વી રીતે બાકાત કરાયાંના આક્ષેપ એબીવીપીના કાર્યકરોએ કર્યા હતા. આ વિરોધમાં સંયમની મર્યાદા ભુલીને એબીવીપીના કાર્યકરો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા. તેમણે, યુનિવર્સિટી સેનેટ ચૂંટણીના ચૂંટણી અધિકારી ગિરીન બક્ષીના ચહેરા પર કાળો કેમીકલ પદાર્થ રેડીને મોઢું કાળું મેંશ કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. મોઢું કાળું કર્યા બાદ ABVP કાર્યકરો બક્ષીને તેમની સાથે ફેરવી કુલપતિની ઓફીસે લઈ ગયા હતા.

પ્રોફેસર સાથે મારપીટ કરતાં પોલીસ ફરિયાદ

પ્રોફેસર સાથે મારપીટ કરતાં પોલીસ ફરિયાદ

કચ્છ યુનિવર્સિટીમાં ABVPના આ ઉગ્ર વિરોધ કાર્યક્રમે શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ સર્જયો છે. એબીવીપીના કાર્યકરોએ કેમેસ્ટ્રી ભવનના વડા ગિરીન બક્ષીને તેમની ચેમ્બરમાંથી બહાર કાઢી ગરદાપાટું પણ કર્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે.

એબીવીપીના કૃત્યથી ભાજપે પણ છેડો ફાડ્યો: ભાજપ

એબીવીપીના કૃત્યથી ભાજપે પણ છેડો ફાડ્યો: ભાજપ

ભાજપના નેતાઓએ પણ આ ઘટનાને દુ:ખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઇ પણ પ્રશ્ન કે સમસ્યા હોય તો રજુઆત કરવા માટે અનેક રસ્તા છે. ભાજપ એ શિસ્તબધ્ધ પક્ષ છે ત્યારે આ પક્ષની છાત્ર પાંખના સ્થાનિક કાર્યકતાઓ પર લગામ કસવા માટે તેમના ઉચ્ચનેતાઓનું ધ્યાન દોરાશે. ખરેખર આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તેનીય ઉંડાણપૂર્વક તપાસ કરાશે. આ રીતે, ભાજપ પણ ભિંસમાં મુકાતાં એબીવીપીના કૃત્યથી છેડો ફાડ્યો હતો.

ઘટનાના વિરોધમાં પૂર્વ સેનેટ સભ્યોના ધરણા

ઘટનાના વિરોધમાં પૂર્વ સેનેટ સભ્યોના ધરણા

રાજ્યના શિક્ષણ આલમને શર્મસાર કરતી આ ઘટનાથી શિક્ષણપ્રેમીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. પૂર્વ સેનેટ મેમ્બર રમેશ ગરવા સહિતના શિક્ષણપ્રેમીઓએ જિલ્લા સેવા સદનમાં ધરણા કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. શિક્ષણપ્રેમીઓએ જવાબદારો સામે કડક પગલાંની માંગ કરી હતી. ત્યારે, ભુજમાં આ એબીવીપી કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરટીઇ પ્રવેશ મુદ્દે હાર્દિક-અલ્પેશ પણ મેદાનમાં ઉતર્યા

આરટીઇ પ્રવેશ મુદ્દે હાર્દિક-અલ્પેશ પણ મેદાનમાં ઉતર્યા

આરટીઇ હેઠળ પ્રવેશમાં ભેદભાવ રાખવામાં આવતાં હોવાના મુદ્દે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં આવ્યા હતા. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર મેદાનમાં આવી શાળા સંચાલકો દ્વારા રાખવામાં આવતી મનમાની સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જિલ્લા શિક્ષણાધિકારી સાથે મુલાકાત પણ કરી હતી. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

ખાનગી શાળાઓએ પ્રોવિઝનલ ફી જાહેર કરી

ખાનગી શાળાઓએ પ્રોવિઝનલ ફી જાહેર કરી

ફી રેગ્યુલેશન કમિટી એટલે કે એફઆરસી દ્વારા સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી જાહેર કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર, સેટેલાઇટમાં અપર પ્રાઇમરી માટેની 52,290 રૂપિયા પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવી છે. આ સાથે જ શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદીરના ગોધાવી કેમ્પસ, દૂન ઇન્ટરનેશનલ, કોસ્મોસ કેસલ ઇન્ટરનેશનલ, નિર્માણ હાઇસ્કૂલના વાસણા, વસ્ત્રાપુર અને પંચવટી કેમ્પસની પણ પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે. એફઆરસી દ્વારા મોટાભાગની સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરી દીધી છે.

ગ્લોબલ મિશન સ્કૂલે યોગ્ય શિક્ષકો નહીં રાખતાં વાલીઓનો વિરોધ

ગ્લોબલ મિશન સ્કૂલે યોગ્ય શિક્ષકો નહીં રાખતાં વાલીઓનો વિરોધ

અમદાવાદની ગ્લોબલ મિશન સ્કૂલમાં વાલીઓના તીવ્ર વિરોધના પગલે સ્કૂલ સંચાલકો દ્વારા ગુજરાતી બોર્ડ શરૂ રખાયું હતું. પરંતુ તેમણે બાળકોનું સ્કૂલ બિલ્ડિંગ બદલી દીધું હતું. વાલીઓનો આક્ષેપ છે કે બે મહિના સુધી બાળકો માટે સારા શિક્ષકો શાળામાં ભરતી કરવામાં ન આવતાં વાલીઓએ સ્કૂલમાંથી એલસી લઇ રહ્યાં છે. વાલીઓ જણાવે છે કે અત્યાર સુધી 50 વાલીઓએ બાળકોના એલસી લઇ લીધા છે.

English summary
Kutch university professor beaten by ABVP, police arrested 5 abvp worker
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X