શ્રમ યોગીઓનું સમ્માન બળવંતસિંહ રાજપુત અને કુવરજી બાવળીયા કરશે

રાજ્યમાં દર વર્ષે શ્રમ યોગીઓનું સમ્માન રાજ્ય સકાર દ્વારા કરવામાં આવે છે. તેના ભઆગ રૂપે 3 ફેબ્રુઆરીના રોજ પણ શ્રમ યોગીઓનું સમ્માન કરવામા આવશે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વિશ્વકર્મા જયંતિના દિવસે શ્રમયોગીઓનું સન્માન કરવામાં આવે છે. ગાંધીનગર ખાતે તા. 3 ફેબ્રુઆરી 2023ના રોજ શ્રમ પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ શ્રમયોગીઓની વિશિષ્ટ કામગીરીને સન્માનિત કરશે તેમ ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય નિયામક ની યાદીમાં જણાવાયું છે.

Bhupendra patel

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર રાજયનાં ઔદ્યોગિક એકમોમાં સંકટ સમયની આત્મસૂઝ, ઉત્પાદન- ઉત્પાદકતા વધારવા, ઔદ્યોગિક શાંતિ જાળવવા અને કામદાર કલ્યાણ ક્ષેત્રે વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમ્યાન વિશિષ્ટ કરેલી કામગીરી માટે શ્રમયોગીઓને શ્રમ પારિતોષકોનું વિતરણ કરવામાં આવશે.

આ સમારોહમાં શ્રમયોગીઓ દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ કામગીરીને રોકડ પુરસ્કાર, સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્રસચિવ ડૉ. અંજુ શર્મા ઉપસ્થિત રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X