સુરત શહેર કોંગ્રેસના યુવા નેતા લાલાભાઈ ભરવાડ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને કરંજ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠિયાએ મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ત્યારથી દરેક સમાજ, દરેક ધર્મના લોકો આમ આદમી પાર્ટીમાં સતત જોડ
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને કરંજ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠિયાએ મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ત્યારથી દરેક સમાજ, દરેક ધર્મના લોકો આમ આદમી પાર્ટીમાં સતત જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીને મજબૂત કરી રહ્યા છે. તે દર્શાવે છે કે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસેથી દરેકને કેટલી આશા છે. કારણ કે આમ આદમી પાર્ટી જ ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવે છે. અને એટલે જ બીજી પાર્ટીના ઈમાનદાર લોકો જનસેવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

સુરતમાં સુરત શહેર કોંગ્રેસના યુવા નેતા લાલાભાઈ ભરવાડ પોતાના સમર્થકો સાથે અરવિંદ કેજરીવાલજીની જનતા માટે કામ કરવાની રાજનીતિથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. લાલાભાઈ ભરવાડનું માનવું છે કે જો જનતા માટે કામ કરવું હોય તો આમ આદમી પાર્ટી જ એક સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.
સુરત શહેર કોંગ્રેસના યુવા નેતા લાલાભાઈ ભરવાડ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ૧૬૨- કરંજ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠિયાની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
જે રાજ્યમાં 27 વર્ષથી સરકાર બદલાઈ જ નથી તે રાજ્યમાં પણ અરવિંદ કેજરીવાલજીએ પોતાનું પ્રભુત્વ બનાવ્યું છે કેમ કે અરવિંદ કેજરીવાલજીએ હંમેશા પોતાના પહેલા જનહિતના કાર્યોને જરૂરી સમજ્યા છે. અરવિંદ કેજરીવાલજીએ દિલ્હી અને પંજાબમાં જે કામ કરી બતાવ્યા છે તે ગુજરાતમાં પણ શક્ય છે તેના માટે તેમણે ગુજરાતની જનતાને દરેક ક્ષેત્રમાં ગેરંટી ની ભેટ આપી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મફતમાં વીજળી, મફતમાં સારું શિક્ષણ અને આરોગ્ય, બેરોજગારોને રોજગાર, વેપારીઓ માટે ભયમુક્ત માહોલ, મહિલાઓને દર મહિને ₹1,000 સન્માન રાશિ, ખેડૂતો, સરપંચ અને આદિવાસી સમાજ માટે વિશિષ્ટ ગેરંટી, ભ્રષ્ટાચાર મુક્ત શાસન એમ લોકતંત્ર જળવાઈ રહે અને જનતાની પોતાની સરકાર બને એવી ભેટ ગેરંટી રૂપે અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની જનતાને આપી છે.
ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઇનના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકોના ઘર સુધી 'આપ'ની વિચારધારા પહોંચાડવાનો સફળ પ્રયાસ કરી રહી છે. જેના કારણે લોકો અરવિંદ કેજરીવાલજીની જનતાના મુદ્દાઓનો ઉકેલ લાવવાની રાજનીતિથી પ્રભાવિત થઈ રહ્યા છે તથા દરેક વર્ગ અને સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આવનારી ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક બદલાવ અવશ્ય લાવશે.












Click it and Unblock the Notifications
