વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડી રાત્રે શપથવિધિમાં ભાગ લેવા માટે ગુજરાત આવી પહોચ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગાંધીનગરમાં યોજાનાર શપથ વિધિ સમારોહમાં સહભાગી થઈ પ્રેરણા આપવા રવિવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા વડોપ્રધાન મોદીએ ગુજરાતમાં તાબતોબ સભા અને રોડ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગાંધીનગરમાં યોજાનાર શપથ વિધિ સમારોહમાં સહભાગી થઈ પ્રેરણા આપવા રવિવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા વડોપ્રધાન મોદીએ ગુજરાતમાં તાબતોબ સભા અને રોડ શોક કરીને છેલ્લા દિવસોમાં ચૂટણીનો માહોલ જ બદલી નાખ્યો હતો. જેના લીધી ભાજપ પૂર્વના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનના આગમન સમયે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી,પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી તેમજ અમદાવાદના મૅયર કિરીટ ભાઈ પરમાર,મુખ્ય સચિવ પંકજ કુમાર,પોલીસ મહા નિદેશક આશિષ ભાટિયા તેમજ વરિષ્ઠ અધિકારીઓએ તેમનો ઉષ્મા સભર સત્કાર કર્યો હતો
ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઇ છે. ભાજપે માધવસિંહ સોલંકીનો 149 બેઠકનો રેકોર્ડ તોડીને 156 બેઠકો જીતી લીધી છે. તેનો શ્રેય ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદોીને આપે છે. ગુજરાત મોદીનું હોમ સ્ટેટ હોવાથી તે દરેક બેઠક વ્યક્તિગત નજર પણ રાખી શકે છે. કોઇ પણ પ્રકારની ચૂક રહી ના જાય તેની સંપૂર્ણ ખ્યાલ તેમના દ્નારા રાખવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
