વાંકાનેરમાં જુગાર રમતા 12 શખ્શોની મુદ્દામાલ સહિત એલસીબીએ કરી ધરપકડ
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં લાંબા સમયથી જુગારધામ ચાલી રહ્યું હતું. આ મામલે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કનકરાજ વાઘેલાએ પોલીસ ઇન્સપેક્ટરને જુગાર નાબુદ કરવા માટે સુચના આપી હતી. મોરબી એલસીબી આ મામ
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં લાંબા સમયથી જુગારધામ ચાલી રહ્યું હતું. આ મામલે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કનકરાજ વાઘેલાએ પોલીસ ઇન્સપેક્ટરને જુગાર નાબુદ કરવા માટે સુચના આપી હતી. મોરબી એલસીબી આ મામલે તપાસ કરી રહી હતી અને જુગારધામોનો પર્દાફાસ કરી સંપુર્ણ નાબુદ કરવાની ઝુંબેશ ચલાવી રહી હતી.

મોરબી એલસીબીને ખાનગી રાહે માહિતી મળી હતી કે વાંકાનેર તાલુકાના સરતનપુર રોડ પર આવેલ એગ્રો ગ્રેનીટો કારખાનાની ઓફીસમાં જુગારધામ ચાલી રહ્યું છે. એલસીબીએ છાપો મારતા અહી 4,05000ના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરી હતી. એલસીબીએ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: બિહારના IPSને મુંબઇમાં કરાયા ક્વોરેન્ટાઇન, નિતિશ કુમાર બોલ્યા- આ સારૂ નથી થયુ












Click it and Unblock the Notifications
