વિસાવદર પાસે વિફરેલી સિંહણે ૩ ખેડૂતો પર કર્યો હુમલો

Subscribe to Oneindia News

જૂનાગઢ જિલ્લાના વિસાવદર પાસે જંગલની બોર્ડર નજીક જ આવેલા ખાંભા ગીર ગામે આજે સવારે જંગલમાંથી ધસી આવી એક ગુસ્સાયેલી સિંહણે બે ખેડૂત અને એક ગોવાળ ઉપર હુમલો કરી લોહીલુહાણ કરી મુક્યા હતા.આ ઘટનામાં રાજભા ઝાલા ઉ.૨૫, વલ્લભભાઈ બુટાણી ઉ.૫૫ અને જેન્તી કપુરીયા ઉ.૪૫ ને સિંહણે હાથે પગે નહોર ભરાવી ઘાયલ કરી દેતા હાલ આ ત્રણેય ઇજાગ્રસ્તોને બે ૧૦૮ ની ટિમ દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Junagadh

ઇજાગ્રસ્તના કહેવા મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા. અચાનક જ સિંહણે આવી તેમના ઉપર વારાફરતી હુમલો કર્યો હતો. ઘટનાના પગલે ગ્રામજનો અને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને બચાવવા દોડેલી ૧૦૮ ના ડોકટર સાહિલ રાતળીયા, સોહિલ ધડુક અને પાયલોટ ભરત ઝાલા, વિજય લાગડીયા એ સરપંચ અને ગ્રામજનોની મદદથી સિંહણને દૂર હડસેલી રેસ્ક્યુ કર્યું હતું. હાલ તમામ ઇજાગ્રસ્તો ભયમુક્ત છે. ઘટના પાછળનું કારણ જાણવા માટે વનવિભાગે સિંહણને પકડવા જહેમત ઉઠાવી છે.

English summary
lion attack at visavadar in gujarat 3 injured.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.