ટ્રેક પર આરામ ફરમાવી રહ્યા હતા 10 સિંહો, આ રીતે લોકો પાયલોટે બચાવ્યો જીવ
Lions in Gujarat: ગુજરાતના અમરેલી જિલ્લાના પીપાવાવ બંદર પાસે સોમવારની વહેલી સવારે 10 સિંહોને ટ્રેક પર આરામ ફરમાવી રહ્યા હતા. જે જોયા બાદ માલસામાન ટ્રેનના લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોનો જીવ બચાવ્યો હતો.
ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી - પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી એક રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે મુકેશ કુમાર મીણા પીપાવાવ પોર્ટ સ્ટેશનથી મુખ્ય કોરિડોરની બાજુમાં નાના ટ્રેક પર માલ ટ્રેન ચલાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી હતી.
મુકેશ કુમાર મીણાએ 10 સિંહોને પાટા પર આરામ કરતા જોયા કે તરત જ તેમણે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી દીધી હતી. સિંહો ઉભા થઈને પાટા પરથી ખસી જાય ત્યાં સુધી તેમણે રાહ જોઈ. આ પછી તે ટ્રેનને ગંતવ્ય સ્થાને લઈ ગયા હતા.

અધિકારીઓએ લોકો પાયલટની પ્રશંસા કરી - અધિકારીઓએ પાયલટની પ્રશંસા કરી છે. ડબલ્યુઆર રીલીઝમાં જણાવાયું છે કે, ભાવનગર વિભાગ દ્વારા સિંહ સહિતના વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૂચનાઓ અનુસાર, આ રૂટ પર લોકો પાઇલોટ્સ સતર્ક રહે છે, અને નિર્ધારિત ગતિ મર્યાદા મુજબ ટ્રેનો ચલાવે છે.
ઉલ્લેખનીય છે કે, સૂર્યોદય પહેલા મુકેશ કુમાર મીણા દ્વારા ટોર્ચલાઈટ દ્વારા લેવામાં આવેલા વીડિયોમાં સિંહો બહાર નીકળતા પહેલા ટ્રેક પર ચાલતા જોઈ શકાય છે.
તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે, અકુદરતી કારણોસર એશિયાટિક સિંહોના મૃત્યુ અંગેની પીઆઈએલની સુનાવણી કરતી વખતે, રાજ્ય સરકાર અને રેલવેને સિંહોને ટ્રેન દ્વારા અથડાતા બચાવવા માટે નક્કર પગલાં લેવા જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, જૂન 2020 માં હાથ ધરવામાં આવેલી છેલ્લી વસ્તી ગણતરી મુજબ, ગુજરાતમાં કુલ 674 એશિયાટિક સિંહો છે.












Click it and Unblock the Notifications
