For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનો કટાક્ષ: ગુજરાતમાં પાણી કરતાં દારૂ સસ્તો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arjun-modhwadia
રાજકોટ, 26 માર્ચ: દેશને ગુજરાત મોડલનો રસ્તો બતાવનાર નરેન્દ્ર મોદી ભારતની સાથે-સાથે દુનિયાના દેશોમાં પણ હાલ તે ચર્ચાનો વિષય બનેલા છે. નરેન્દ્ર મોદી ક્યારેક દિલ્હીમાં વિદ્યાર્થીને વિકાસનો માર્ગ બતાવે છે તો ક્યારેક ગૂગલના માધ્યમથી દુનિયાના દેશો સમક્ષ પોતાની વાત મુકે છે. વિકાસના મુદ્દે નરેન્દ્ર મોદીનો જવાબ નથી, પરંતુ તેમના વિરોધીઓ એવું માને છે કે ભાજપ પ્રોજેક્ટેડ વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ વિપક્ષી પાર્ટીઓએ મોરચો માંડ્યો છે.

વિપક્ષી કોંગ્રેસ નેતાએ આરોપ લગાવતાં દારૂબંધીવાળા રાજ્ય ગુજરાતમાં દારૂ પાણી કરતાં વધારે સસ્તો મળે છે કારણ કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાના સપનામાં વ્યસ્ત છે તથા સામાન્ય પ્રજાની દુર્દશાને અવગણી રહ્યાં છે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ પત્રકારોને કહ્યું હતું કે 'રાજ્યના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી સરળતાથી મળતું નથી પરંતુ દારૂ એકદમ સરળતાથી મળી જાય છે એ પણ પાણી કરતાં પણ ઓછા ભાવે. તેમને કહ્યું હતું કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 160 ગામના લોકો પીવાના પાણીના સંકટનો સામનો કરી રહ્યાં છે.

જોકે મુખ્યમંત્રી વડાપ્રધાન બનવાનું સપનું જોઇ રહ્યાં અને પ્રવાભિત લોકોની આ સમસ્યાનું સમાધાન કરવા માટે તે કશું જ કરી રહ્યાં નથી. નરેન્દ્ર મોદીના વિકાસના દાવાને નકારી કાઢતાં અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે આ બધું વિધાનસભા અને લોકોનું ધ્યાન બીજી તરફ દોરવાનો પ્રયત્ન છે.

તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દુકાળથી પ્રભાવિત વિસ્તારો માટે કેન્દ્રએ ફાળવેલા 1500 કરોડ રૂપિયા દબાવીને બેઠા છે તથા આત્મ પ્રચાર માટે તેનો દુરૂઉપયોગ કરી રહ્યાં છે.

English summary
Opposition Congress on Monday alleged that liquor has become cheaper than water in parched Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X