For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડવા માંગે છે અડવાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 માર્ચ: આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પોતાના ઉમેદવારો પ્રથમ યાદી જાહેર કરી દિધી છે. ભાજપની પ્રથમ યાદીમાં કેટલાક દિગ્ગજોના નામ સામેલ હતા, પરંતુ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું નામ ગાયબ રહ્યું.

લિસ્ટમાં પોતાનું નામ સામેલ ન હોવાના એક દિવસ બાદ હવે લાલકૃષ્ણ અડવાણી એક્ટિવ થઇ ગયા. લાલકૃષ્ણ અડવાણીએ ખુલ્લેઆમ ઇચ્છા વ્યક્ત કરી દિધી કે પોતાની વર્તમાન સીટ ગાંધીનગરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી. લાલકૃષ્ણ અડવાણીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે પ્રથમ યાદીમાં તેમનું નામ સામેલ ન હતું. તેમણે કહ્યું હતું કે ગાંધીનગર મારું રૂચિ રહી છે. હું અહીથી પોતાની લોકસભાની ચૂંટણી લડવા માંગું છું, પરંતુ પાર્ટી અંતિમ નિર્ણય કરશે.

advani-1

ગાંધીનગરથી પાંચ વાર સાંસદ રહેલા લાલકૃષ્ણ અડવાણી પાર્ટીને રાજ્યસભા સીટનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ તેમણે લોકસભાને ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરતાં ઉચ્ચ સદનમાં જવાની મનાઇ કરી દિધી. એવામાં હવે તેમણે ફરી એકવાર પોતાની ઇચ્છા પાર્ટી સમક્ષ રાખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર સીટ પરથી 1991, 1998, 1999, 2004 અને 2009માં લોકસભાની ચૂંટણી જીત્યા હતા. આ પહેલાં વર્ષ 2009માં તે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા અને તેમણે કોંગ્રેસના પોતાના નિકટતમ પ્રતિદ્રંદ્રી સુરેશ પટેલને 1.21 લાખ મતોના અંતરથી હરાવ્યા હતા.

English summary
A day after BJP's first list of candidates for the Lok Sabha polls was declared, veteran BJP leader L K Advani expressed interest to contest elections from his current constituency, Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X