For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Unlock 2.0: ગુજરાતમાં મૉલ, મંદિરો સહિત આ વસ્તુઓ ખુલી શકે

Unlock 2.0: ગુજરાતમાં મૉલ, મંદિરો સહિત આ વસ્તુઓ ખુલી શકે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના વાયરસ મહામારીમાં 4-4 લૉકડાઉન પત્યા બાદ સરકારે હવે નાગરિકોને થોડી રાહત આપવી શરૂ કરી દીધી છે. અનલૉક 2.0 આગામી સોમવાર એટલે કે આઠ જૂનથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં વિજય રૂપાણી સરકાર દ્વારા નાગરિકોને કેટલીક વધારાની છૂટ આપવામા આવી શકે છે.

Unlock 2.0

કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ આગામી 8 તારીખથી દેશભરમાં ધાર્મિક સ્થળો, મંદિરના કપાટ ખુલી જશે ત્યારે ગુજરાતમાં પણ મંદિરો, હૉટલ, રેસ્ટોરાં, હોસ્પિટાલિટી સર્વિસ, અને શૉપિંગ મૉલ ખુલી જશે. જો કે કંટેનમેન્ટ ઝોનમાં નિયમો હજી થોડા કડક કરવામાં આવી શકે છે. જો કે શૈક્ષણિક કાર્ય આગામી 30 જૂન સુધી તો બંધ રહેશે તે નક્કી જ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સરકારના અન્ય અધિકારીઓ અને સ્ટેકહલ્ડરો વચ્ચે ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ હતી જેમાં હજી સ્કૂલે એક મહિનો બંધ રહેવી જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા મંજૂરી અપાયેલા સિવાયના ઈન્ટરનેશનલ એર ટ્રાવેલ, મેટ્રો રેલ, સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, થિયેટર, બાર વગેરેમાં હજી પણ બંધ રહી શકે છે. જો કે આ મામલે રાજ્ય સરકારે અંતિમ નિર્ણય લેવાનો છે. આગામી 30 જૂન સુધી કંટેનમેન્ટ ઝોન સંપૂર્ણ લૉકડાઉનમાં રહેશે. આ ઉપરાંત 10 વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો તથા ગર્ભવતી મહિલાઓને બિનજરૂરી બહાર નીકળવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. ટૂંક સમયમાં જ સરકાર દ્વારા અનલૉક 2.0 મામલે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી શકે છે.

લૉકડાઉન ખુલ્યા બાદ સતત વધી રહ્યા છે કેસ

દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 2,37,000 કેસ નોંધાયા છે જેમાંથી ગુજરાતમાં કુલ 18 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે અને 1155થી વધુ લોકોના મોત થયાં છે. લૉકડાઉનમાં રાહત મળ્યા બાદ સમગ્ર દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો કૂચકેને ભૂસકે આગળ વધી રહ્યો છે. 31 મેએ 8380, 1 જૂને 8392, 2 જૂને 8171, 3 જૂને 8909, 4 જૂને 9304 અને 5મી જૂને 9851 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 15 દિવસમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1 લાખથી કુદાવીને 2 લાખને પાર પહોંચી ગયો હતો.

જાણો ભારત-ચીન માટે શું છે લદ્દાખના ચુશુલનુ મહત્વ, શું થયુ હતુ 62ના યુદ્ધમાંજાણો ભારત-ચીન માટે શું છે લદ્દાખના ચુશુલનુ મહત્વ, શું થયુ હતુ 62ના યુદ્ધમાં

English summary
Lockdown 5.0 and Unlock 2.0: Gujarat Government to release new guideline soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X