For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતને લૉકાડઉનમાં રાહત જોઈએ, મુખ્યમંત્રીએ કહ્યું- શાળાઓ ખોલી શકાશે

ગુજરાતને લૉકાડઉનમાં રાહત જોઈએ, મુખ્યમંત્રીએ કહ્યું- શાળાઓ ખોલી શકાશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ આખો દેશ કોરોના સામની જંગ લડી રહ્યો છે, 46થી વધુ દિવસથી દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, આર્થિકે રીતે લોકોને જબરો ઝાટકો લાગી રહ્યો છે તો સરકારની તિજોરી પણ ખાલી થતી જઈ રહી છે તેવામાં લોકો જેટલું લૉકડાઉન ખોલાવવાની ઈચ્છા ધરાવે છે તેટલી જ સરકારને પણ છે. આજે પીએમ મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી ચર્ચા કરી ત્યારે બધાની નજર એક જ વાત પર છે કે 17 મે પછી લૉકડાઉન ખુલશે કે નહિ.

Vijay Rupani

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી લૉકડાઉનમાં રાહત આપવાની ઈચ્છા જતાવતા કહ્યું કે કંટેનમેન્ટ ઝોનમાં લૉકડાઉન લિમિટેડ કરવું જોઈએ. સુરક્ષા માપદંડો સાથે ઈકોનોમિક એક્ટિવિટી શરૂ કરવાની જરૂરત છે. ઉનાળુ વેકેશન બાદ સ્કૂલો અને કોલેજો ખોલી શકાશે.

વધુમાં વિજય રૂપાણીએ કહ્યું કે કોવિડ-19ને કાબૂમાં લેવામાં લૉકડાઉને ઘણી મદદ કરી છે. અમારા રાજ્યને વધારાની મદદ બદલ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છે. અમે સર્વેલન્સ માટે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરીએ છીએ અને તે બહુ મદદરૂપ બની છે.

અગાઉ સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થયા. 10/5/2020 ના રોજ 454 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ છેલ્લા દસ દિવસમાં બમણો 15.58 થી 32.64 ટકા થયો. જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 30.75 ટકા કરતાં પણ વધારે છે.

ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના નવો મજૂર કાયદોગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના નવો મજૂર કાયદો

English summary
Lockdown should be limited to containment zone: Gujarat CM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X