Lok Sabha Election 2024 : પાટણ લોકસભા સીટ પર કોંગ્રેસની ફરીથી મત ગણતરી કરવા માંગ, બીજેપીની થઈ છે જીત

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં લગભગ ચિત્ર સાફ થઈ ગયુ છે. બનાસકાંઠા સિવાયની તમામ સીટો બીજેપીને મળી રહી છે. જો કે પાટણ સીટ પર મામલો અટવાયો છે અને કોંગ્રેસે ફરીથી મત ગણતરીની માંગ કરી છે.

પાટણ સીટ પર બીજેપી તરફથી ભાજપે ભરતસિંહ ડાભીને અને કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી હતી. ભરતસિંહ ડાભીની અહીં જીત થઈ છે. જો કે હવે આ જીતને પડકારાઈ છે.

Lok Sabha Election 2024

અહીં તમને જણાવી દઈએ કે, અહીં ભરતસિંહને 582972 મત મળ્યા છે તો કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને 553715 મત મળ્યા છે. અહીં માત્ર 29287 મતોથી જીત થઈ છે. હવે કોંગ્રેસે ફરીથી મતગણતરીની માંગ કઈ છે.

સુત્રો અનુસાર, પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર પહોંચ્યા ચૂંટણી અધિકારી પાસે પહોંચ્યા છે. ચંદનજી ઠાકોર કેટલાક રાઉન્ડની ગણતરી ફરી કરાવવાની માંગ સાથે પહોંચ્યા છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ઉત્તર ગુજરાતની બનાસકાંઠા અને પાટણ સીટો પર કોંગ્રેસે બીજેપીને મોટી ટક્કર આપી છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની જીત સાથે 10 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું ખાતુ ખુલ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X