Lok Sabha Election Result 2024 : 10 વર્ષ પછી કોંગ્રેસની ગુજરાતમાં વાપસી, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરની જીત
લોકસભા ચૂંટણીમાં બીજેપીને કાંટાની ટક્કરનો સામનો કરવો પડ્યો છે. 240 સુધી સમેટાઈ રહેલી બીજેપીને ગુજરાતમાં પણ મોટો ઝટકો લાગ્યો છે.
ગુજરાતમાં આખરે 10 વર્ષ બાદ કોંગ્રેસ કોઈપણ લોકસભા ચૂંટણી જીતવામાં સફળ રહી છે. બનાસકાંઠા સીટ પર કાંટાની ટક્કરમાં ગેનીબેન ઠાકોરે જીત મેળવી લીધી છે.

ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ સીટમાંથી એક બનાસકાંઠા સીટ પર કોંગ્રેસે જીત મેળવીને 10 વર્ષ પછી ગુજરાતમાં ખાતુ ખોલ્યુ છે. છેલ્લી બે ચૂંટણીમા કોંગ્રેસ એક પણ સીટ મેળવવામાં અસફળ રહી હતી.
જણાવી દઈએ કે, પહેલાથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે બનાસકાંઠા સીટ પર કોંગ્રેસ જીતી શકે છે. એક્ઝિટ પોલમાં પણ આ આ વાતના સંકેત મળ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, બીજેપી લોકસભા ચૂૂંટણીમાં ખરાબ રીતે પાછી પડી છે. મોટા નુકસાન સાથે હવે બીજેપી ગઠબંધનના સહારે સરકાર બનાવવાની સ્થિતીમાં આવી ગઈ છે.












Click it and Unblock the Notifications
