For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની છઠ્ઠી યાદીમાં ગુજરાતના 14 ઉમેદવારોના નામ જાહેર, એક સાંસદનું પત્તું કપાયું

ભાજપની વધુ એક યાદી જાહેર, ગુજરાતના આ સાંસદનું પત્તું કપાયું

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. ભાજપના કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આ અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ઉત્તરી ગોવાથી શ્રીપદ નાઈક, મુરૈનાથી નરેન્દ્ર સિંહ તોમર, રીવાથી જનાર્ધન મિશ્રા અને જબલપુરથી રાકેશ સિન્હા ઉમેદવાર હશે. આ યાદીની સાથે જ ભાજપે પોતાના 286 ઉમેદવારો જાહોર કરી દીધા છે.

modi- shah

ગુજરાતની સીટ પર ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો સુરેન્દ્રનગરથી દેવજીભાઈ ફતેપરાની ટિકિટ કાપવામાં આવી છે. બે દિવસ પહેલા જ જાહેર થયેલી પહેલી યાદીમાં લાલ કૃષ્ણ અડવાણીનું પત્તું કપાયું હતું અને હવે આ છઠ્ઠી યાદીમાં ભાજપના ફતેપરાનું પત્તું કપાયું છે. બાકીની સીટ પરથી પણ 3-4 સાંસદોના પત્તાં કપાય તેવી આશંકા સેવાઈ રહી છે. કઈ સીટ પરથી કોને ટિકિટ મળી તે નીચેની યાદીમાં જુઓ.

candidate list

કચ્છ- વિનોદભાઈ ચાવડા
સાબરકાંઠા- દીપસિંહ રાઠોડ
અમદાવાદ પશ્ચિમ- ડૉ. કિરિટભાઈ સોલંકી
સુરેન્દ્રનગર- મહેન્દ્રભાઈ મુંજપરા- 1
રાજકોટ- મોહનભાઈ કુંડારિયા
જામનગર- પૂનમબેન માડમ
ભાવનગર- ડૉ. ભારતીબેન શિયાળ
ખેડા- દેવુસિંહ ચૌહાણ
દાહોદ- જસવંતસિંહ ભાભોર
વડોદરા- રંજન ભટ્ટ
ભરૂચ- મનસુખભાઈ વસાવા
બારડોલી- પ્રભૂભાઈ વસાવા
નવસારી- સી.આર. પાટીલ
વલસાડ- ડૉ. કેસી પટેલ

બાકીના રાજ્યોની લોકસભા સીટ પર પણ જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની યાદી આ પ્રમાણે છે.

candidate list
candidate list

આ પણ વાંચો- રાહુલ ગાંધી પર ભાજપનો પ્રહાર, પૂછ્યું 55 લાખમાંથી 9 કરોડના માલિક કેવી રીતે બની ગયા

English summary
Lok sabha elections 2019: bjp declared 14 candidate from gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X