Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભા ચૂ્ંટણી 2019: અમદાવાદ પૂર્વ સીટ પર પહેલેથી જ ભાજપનો કબ્જો

લોકસભા ચૂ્ંટણી: અમદાવાદ પૂર્વ સીટ પર પહેલેથી જ ભાજપનો કબ્જો

અમદાવાદઃ સંસદીય મતદારક્ષેત્રોની મર્યાદાના અમલીકરણના ભાગરૂપે 2008માં મતવિસ્તાર અમદાવાદ પૂર્વ બનાવવામાં આવ્યો હતો. આ મતદાન ક્ષેત્રમાં પહેલી વખત 2009માં લોકસભા ચૂંટણી થઈ હતી. 2009માં આ સીટ પરથી ભાજપના હરીન પાઠક પહેલા સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે તાજેતરની 2014ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પરથી અભિનેતા પરેશ રાવલે ભાજપનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ahmedabad east

અમદાવાદ પૂર્વ સીટ પર 2009માં ભાજપના હરેન પાઠક અને કોંગ્રેસના દિપકભાઈ બાબરીયા વચ્ચે આકરી ટક્કર થઈ હતી. ભાજપના . જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરેશ રાવલે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને 3 લાખ 26 હજારથી વધુ મતથી હરાવ્યા હતા. 2014માં આ જીતની સાથે જ લોકસભા 2014માં અમદાવાદ પૂર્વ સીટ પર ભાજપનો વોટશેર +10.92 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર -7.82 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 62 વર્ષીય ઉમેદવાર પરેશ રાવલને કુલ 633,582 વોટ મળ્યા હતા.

આ જીત સાથે જ પરેશ રાવલ પહેલી વખત અમદાવાદ પૂર્વથી સાંસદ બન્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પ્રહલાદસિંહે માત્ર 306,949 વોટથી સંતોશ માનવો પડ્યો હતો. અમદાવાદ પૂર્વ સીટ પર સાંસદ પરેશ રાવલની આ પહેલી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 8 ડિબેટમાં ભાગ લીધો હતો, એકપણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ નહોતાં કર્યાં અને સદનમાં કુલ 185 પ્રશ્નો પૂછ્યા હતા, સદનમાં તેમની હાજરી પણ માત્ર 65% જ રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી ઘણી ઓછી છે.

તમારા સાંસદ કેટલું ભણેલા છે? અહીં જાણો

અગાઉ જણાવ્યા મુજબ અમદાવાદ પૂર્વ મતવિસ્તારનો પોલિટિકલ ઈતિહાસ ખુબ જ ટૂંકો છે. 2009માં આ મતવિસ્તાર બનાવવામાં આવ્યો અને 2009માં પહેલી વખત ભાજપના હરેન પંડ્યા અને 2014માં ભાજપના પરેશ રાવલ આ સીટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. એટલે કે અમદાવાદ પૂર્વ પર કોંગ્રેસના પંજાનો માર્ક હજુ સુધી પડ્યો જ નથી.

હવે જો અમદાવાદ પૂર્વ સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં અમદાવાદ પૂર્વ સીટ પર કુલ 1,601,832 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 852,765 અને મહિલા મતદાતા 749,067 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 560,074 પુરુષ મતદાતાઓ અને 425,451 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 985,525 મતદારોએ મતદાન કર્યું હતું આ મતવિસ્તારમાં કુલ 62 ટકા મતદાન થયું હતું. જણાવી દઈએ કે અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,443,198 છે જેમાંથી 16.20% વસ્તી ગ્રામીણ જ્યારે 83.80% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 8.37 ટકા એસસી અને 1.09 ટકા એસટીની વસાહત છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: સાબરકાંઠા સીટ પર કોંગ્રેસે હંમેશા ભાજપને હંફાવ્યું છે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X