Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભા ચૂ્ંટણી 2019: સાબરકાંઠા સીટ પર કોંગ્રેસે હંમેશા ભાજપને હંફાવ્યું છે

સાબરકાંઠા સીટ પર કોંગ્રેસે હંમેશા ભાજપને હંફાવ્યું છે, જાણો

અમદાવાદઃ સાબરકાંઠા લોકસભા સીટ ઉત્તર ગુજરાતમાં આવેલી છે. સાબરકાંઠા સીટ પર કોંગ્રેસની પકડ મજબૂત છે પરંતુ સતત છેલ્લી બે ટર્મથી ભાજપે આ સીટ પર કબ્જો જમાવ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિપસિંહ શંકરસિંહ રાઠોડ અને કોંગ્રેસના ઉમેદવાર શંકરસિંહ વાઘેલા વચ્ચે ટક્કર થઈ હતી. દિપસિંહ રાઠોડે શંકરસિંહ બાપુને 85 હજાર વોટથી હરાવ્યા હતા. આ જીતની સાથે જ લોકસભા 2014માં સાબરકાંઠા સીટ પર ભાજપનો વોટશેર +2.46 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર -2.72 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 66 વર્ષીય ઉમેદવાર દિપસિંહ શંકરસિંહ રાઠોડને 5,52,205 વોટ મળ્યા હતા.

gujarat lok sabha seats

આ જીત સાથે જ દિપસિંહ રાઠોડ પહેલી વખત સાબરકાંઠાથી સાંસદ બન્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાએ 4,67,750 વોટથી સંતોશ માનવો પડ્યો હતો. સાબરકાંઠા સીટ પર સાંસદ દિપસિંહ રાઠોડની આ પહેલી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 27 ડિબેટમાં ભાગ લીધો હતો, એકપણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ નહોતાં કર્યાં અને સદનમાં કુલ 292 પ્રશ્નો પૂછ્યા હતા, જો કે તેમની હાજરી 94% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી ઘણી વધુ છે.

તમારા સાંસદની સંપત્તિ કેટલી છે? અહીં જાણો

જો સાબરકાંઠાના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1951, 1957 અને 1862 એમ સતત ત્રણ ટર્મ સુધી સાબરકાંઠા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવા ગુલજરીલાલ નંદા સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા જ્યારે 1967 અને 1971માં કોંગ્રેસના જ સીસી દેસાઈ ચૂંટાયા, 1973માં કોંગ્રેસના મણિબેન પટેલ ચૂંટાયા, 1977માં જનતા પાર્ટીના એચએમ પટેલ, 1980માં કોંગ્રેસના શાંતુભાઈ પટેલ, 1984માં જનતા પાર્ટીના એચએમ પટેલ, 1989માં જનતા દળના મગનભાઈ પટેલ, 1991માં ભાજપના અરવિંદ ત્રિવેદી, 1996, 1998 અને 1999માં કોંગ્રેસના નિશા ચૌધરી ચૂંટાયા, 2001 અને 2004માં કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી ચૂંટાયા. જ્યારે 2009માં ભાજપના મહેન્દ્ર સિંહ ચૌહાણ અને 2014માં ભાજપના દિપસિંહ શંકરસિંહ રાઠોડ ચૂંટાયા. આમ સાબરકાંઠા લોકસભા સીટ પર અત્યાર સુધીમાં ભાજપ માત્ર 3 વખત જ જીત્યું છે જ્યારે કોંગ્રેસ 12 વખત, જનતા પાર્ટી 2 વખત અને જનતા દળ એક વખત જીત્યું છે.

હવે જો સાબરકાંઠા સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં સાબરકાંઠા સીટ પર કુલ 1,615,840 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 833,521 અને મહિલા મતદાતા 782,319 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 587,807 પુરુષ મતદાતાઓ અને 506,195 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 1,094,002 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે સાબરકાંઠા લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,428,589 છે જેમાંથી 85.02% વસ્તી ગ્રામીણ જ્યારે 14.98% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 7.73 ટકા એસસી અને 22.32 ટકા એસટીની વસાહત છે.

આ પણ વાંચો- લોકસભા 2019: બનાસકાંઠા સીટ પર કોનું પ્રભૂત્વ વધારે? જાણો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X