લોકસભા 2019: બનાસકાંઠા સીટ પર કોનું પ્રભૂત્વ વધારે? જાણો
લોકસભા 2019: બનાસકાંઠા સીટ પર કોનું પ્રભૂત્વ વધારે? જાણો
બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતમાં આવેલ બનાસકાંઠા લોકસભા સીટની વાત કરીએ તો બનાસકાંઠામાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપે પોતાની પકડ બનાવી રાખી છે. આઝાદી બાદ કેટલીક ટર્મ સુધી આ સીટ પર કોંગ્રેસનો જંગી મતે વિજય થતો આવ્યો હતો પણ 1991 બાદ ભાજપે કોંગ્રેસને આ સીટ માટે હંફાવી દીધી છે. લોકસભા 2014ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હરીભાઈ ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર જોઈતાભાઈ પટેલને 2 લાખથી પણ વધુ મતથી હરાવ્યા હતા. 64 વર્ષીય હરિભાઈ ચૌધરીની આ ચોથી ટર્મ છે. મુંબઈ યૂનિવર્સિટીથી તેઓ ગ્રેજ્યુએટ થયા છે. અગાઉ પેટાચૂંટણી 2013માં પણ હરિભાઈ ચૌધરીનો બનાસકાંઠી સીટ પરથી વિજય થયો હતો. જો કે 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં હરિભાઈએ પણ હાર ચાંખવી પડી હતી.

જો બનાસકાંઠાના પોલિટિકલ ઈતિહાસની વાત કરીએ તો 1951ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના અકબરભાઈ ચાવડા આ સીટ પર ચૂંટાઈ આવ્યા હતા, જેઓ 1957ની ચૂંટણીમાં પણ જીતીને બે ટર્મ સુધી આ મતવિસ્તારના સાંસદ રહ્યા. 1962માં કોંગ્રેસના ઝોહરાબેન ચાવડા જંગી મતોથી જીત્યાં હતાં. 1967માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર મનુભાઈ અમરસી આ સીટ પરથી સાંસદ રહ્યા. 1969ની પેટાચૂંટણીમાં એનસીઓના એસ.કે. પાટિલ જીત્યા જો કે 1971ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પોપટલાલ જોશીએ એનસીઓના એસ કે પાટીલને માત આપી હતી. 1977ની ચૂંટણીમાં જનતા પાર્ટીના મોતીભાઈ ચૌધરી, 1980 અને 1984માં કોંગ્રેસના બી.કે. ગઢવી, 1989માં જનતા દળના જયંતિલાલ શાહ, 1991માં ભારતીય જનતા પાર્ટીના હરિસિંહ ચાવડા, 1996માં કોંગ્રેસના બીકે ગઢવી, 1998 અને 1999માં ભાજપના હરિભાઈ ચૌધરી, 2004માં કોંગ્રેસના હરિસિંહ ચાવડા, 2009ની પેટાચૂંટણીમાં અને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના હરિભાઈ ચૌધરી ચૂંટાઈ આવ્યા હતા.
તમારા સાંસદની સંપત્તિ કેટલી છે? અહીં જાણો
જો લોકસભા ચૂંટણી 2014ના વોટશેરની વાત કરીએ તો ભાજપનો વોટશેર 57.23 ટકા રહ્યો જે અગાઉની ચૂંટણી કરતાં 3.02 ટકા વધુ છે જ્યારે કોંગ્રેસનો વોટશેર 34.43 રહ્યો જે અગાઉની ચૂંટણી કરતાં 7.11 ટકા ઓછો છે. જો હરિભાઈ ચૌધરીના કામકાજની વાત કરીએ તો 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં સંસદમાં યોજાયેલ 7 ડિબેટમાં ભાગ લીધો હતો જેનો સ્ટેટ એવરેજ 4.1 ટકા અને નેશનલ એવરેજ 5.1 ટકા છે. પ્રાઈવેટ મેમ્બર બિલ તેમણે એકેય રજૂ નહોતાં કર્યાં. સદનમાં તેમણે કુલ 12 પ્રશ્નો પૂછ્યા હતા. અને તેઓની સદનમાં કુલ 97 ટકા હાજરી છે જે સ્ટેટ એવરેજ 84 ટકાથી વધુ છે.
બનાસકાંઠા મત વિસ્તારના મતદાતાઓ અને વસતીની વાત કરીએ તો ચૂંટણી પંચ મુજબ 2014માં બનાસકાંઠા વિસ્તારમાંમાં કુલ 1,515,711 મતદાતા હતા જેમાંથી 796,124 પુરુષ મતદાતા અને 719,587 મહિલા મતદાતા છે. જ્યારે 2014માં માત્ર 59 ટકા જ મતદાન થયું હતું, કુલ 886,634 લોકોએ મતદાન કર્યું હતું જેમાંથી 513,893 પુરુષો મતદાતા અને 372,741 મહિલા મતદાતાઓના વોટ પડ્યા હતા. 2,422,063 લોકોની વસતી ધરાવતા બનાસકાંઠા મતવિસ્તારમાંની 84.73% ટકા વસ્તી ગ્રામીણ જ્યારે 15.27% વસ્તી શહેરી છે. આ સીટ પર 10.33 ટકા એસસી અને 11.21 ટકા એસટીની વસતી પણ આવેલ છે.
આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ કચ્છ વિશે, 6 ટર્મથી છે ભાજપનો કબ્જો












Click it and Unblock the Notifications
