For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો અમદાવાદ પશ્ચિમ સીટ પર હંમેશા ભાજપ જ કેમ જીતે છે

જાણો અમદાવાદ પશ્ચિમ સીટ પર હંમેશા ભાજપ જ કેમ જીતે છે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમદાવાદ પૂર્વની જેમ જ અમદાવાદ પશ્ચિમ મતવિસ્તાર 2008માં બન્યો. આ સીટ એસસી માટે આરક્ષિત છે. અમદાવાદ પશ્ચિમને 2009માં તેના પહેલા સાંસદ સભ્ય તરીકે ભાજપના કિરિટભાઈ સોલંકી મળ્યા હતા. તાજેતરની લોકસભા ચૂંટણી 2019માં પણ કિરિટભાઈ સોલંકીએ ભાજપ તરફથી આ સીટ પરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લોકસભાની સીટ 2014માં ભાજપના ઉમેદવાર કિરિટભાઈ સોલંકીની જંગી મતોથી જીત થઈ હતી. કિરિટભાઈ સોલંકીને કુલ 617,104 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વરભાઈ મકવાણાને માત્ર 296,793 મત જ મળ્યા હતા. આ જીતની સાથે જ લોકસભા 2014માં અમદાવાદ પશ્ચિમ સીટ પર ભાજપનો વોટશેર +9.36 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર -10.63 ટકાથી ઘટ્યો હતો.

gujarat lok sabha seat

આ જીત સાથે જ 68 વર્ષીય કિરિટભાઈ સોલંકી પહેલી વખત અમદાવાદ પશ્ચિમથી સાંસદ બન્યા. અમદાવાદ પશ્ચિમ સીટ પર સાંસદ કિરિટભાઈ સોલંકીની આ પહેલી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 323 ડિબેટમાં ભાગ લીધો હતો, એટલું જ નહિ કિરિટભાઈ સોલંકીએ કુલ 31 પ્રાઈવેટ મેમ્બર બિલ પણ રજૂ કર્યાં. ઉપરાંત સદનમાં કુલ 385 પ્રશ્નો પૂછ્યા હતા, જો કે તેમની હાજરી 97% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી ઘણી વધુ છે.

તમારા સાંસદે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે? જાણો

જો અમદાવાદ પશ્ચિમના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમ મતવિસ્તારનો પોલિટિકલ ઈતિહાસ અતિ ટૂંકો છે. આ સીટ પરની લોકસભાની પહેલી ચૂંટણી 2009માં થઈ ત્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થોડી ટક્કર જોવા મળી હતી. ભાજપના કિરિટભાઈ સોલંકીને 376,823 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારને 285,696 મત મળ્યા હતા. જ્યારે લોકસભા ચૂંટણી 2014માં ભાજપના ઉમેદવાર કિરિટભાઈ સોલંકીને 617,104 મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વરભાઈ મકવાણાને માત્ર 296,793 મત મળ્યા હતા. આમ અમદાવાદ પૂર્વની જેમ અમદાવાદ પશ્ચિમ પર પણ બંને વખત કમળ જ ખીલ્યું હતું.

હવે જો અમદાવાદ પશ્ચિમ સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં અમદાવાદ પશ્ચિમ સીટ પર કુલ 1,534,400 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 800,933 અને મહિલા મતદાતા 733,467 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 534,008 પુરુષ મતદાતાઓ અને 430,601 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 964,609 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,482,962 છે જેમાંથી 0% વસ્તી ગ્રામીણ અને 100% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 11.82 ટકા એસસી અને 1.18 ટકા એસટીની વસાહત છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: અમદાવાદ પૂર્વ સીટ પર પહેલેથી જ ભાજપનો કબ્જો

English summary
lok sabha elections 2019: how is mood of ahmedabad west lok sabha seat, read a report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X