Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો અમરેલી મતવિસ્તારનો ઈતિહાસ

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો અમરેલી મતવિસ્તારનો ઈતિહાસ

અમરેલી લોકસભા સીટ સૌરાષ્ટ્રમાં આવેલી છે. અમરેલી સીટ પર છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપે મજબૂત પકડ જમાવી રાખી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડિયા અને કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુમ્મર વચ્ચે ટક્કર થઈ હતી. નાણભાઈ કાછડિયાએ વિરજીભાઈ ઠુમ્મરને 156,232 વોટથી હરાવ્યા હતા. આ જીતની સાથે જ લોકસભા 2014માં અમરેલી સીટ પર ભાજપનો વોટશેર +6.78 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર -5.42 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 63 વર્ષીય ઉમેદવાર નારણભાઈ કાછડિયાને 436,715 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુમ્મરે 4,67,750 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

gujarat lok sabha seats

આ જીત સાથે જ નારણભાઈ કાછડિયા બીજી વખત અમરેલીથી સાંસદ બન્યા. અમરેલી સીટ પર સાંસદ નારણભાઈ કાછડિયાની આ બીજી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 125 ડિબેટમાં ભાગ લીધો હતો, 1 પ્રાઈવેટ મેમ્બર બિલ કર્યું હતું અને સદનમાં કુલ 695 પ્રશ્નો પૂછ્યા હતા, જો કે તેમની હાજરી 92% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી ઘણી વધુ છે.

તમારા સાંસદ કેટલું ભણેલા છે? અહીં જાણો

જો અમરેલીના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1952થી 1955 સુધી અમરેલી મતવિસ્તાર બન્યો જ નહોતો. ગુજરાત અલગ થયું તે પહેલા 1957માં બોમ્બે સ્ટેટની ગીરનાર સીટ તરીકે ઓળખાતી આ અમરેલી સીટ પરથી કોંગ્રેસના જયાબેન શાહ આ મતવિસ્તારના પહેલા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં. 1962 અને 1967માં પણ કોંગ્રેસના જયાબેન શાહ ચૂંટાયાં. 1971માં કોંગ્રેસના જ જીવરાજ મેહતા ચૂંટાયા, 1977માં કોંગ્રેસના દ્વારકાદાસ પટેલ ચૂંટાયા, 1980 અને 1984માં કોંગ્રેસના નવિનચંદ્ર રવાણી ચૂંટાયા, 1989માં જનતા દળના મનુભાઈ કોટડિયા અને 1996થી, 1998 અને 1999 એમ સતત ત્રણ ટર્મ સુધી ભાજપના દીલિપ સિંહ ચૂંટાયા, 2004માં કોંગ્રેસના વિરજીભાઈ ઠુમ્મર ચૂંટાયા અને 2009 તથા 2014માં ભાજપના નારણભાઈ કાછડિયા ચૂંટાયા. આમ અમરેલી લોકસભા સીટ પર અત્યાર સુધીમાં ભાજપ 6 વખત જીત્યું છે જ્યારે કોંગ્રેસ 8 વખત, જનતા દળ એક વખત જીત્યો છે.

હવે જો અમરેલી સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં અમરેલી સીટ પર કુલ 1,486,286 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 777,662 અને મહિલા મતદાતા 708,624 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 457,547 પુરુષ મતદાતાઓ અને 351,269 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 808,816 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે અમરેલી લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,080,631 છે જેમાંથી 74.63% વસ્તી ગ્રામીણ જ્યારે 25.37% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 7.63 ટકા એસસી અને 0.41 ટકા એસટીની વસાહત છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: પોરબંદર સીટ પર સાંસદ તરીકે નબળા સાબિત થયા ભાજપના રાદડિયા

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X