Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભા ચૂ્ંટણી 2019: પોરબંદર સીટ પર સાંસદ તરીકે નબળા સાબિત થયા ભાજપના રાદડિયા

પોરબંદર સીટ પર સાંસદ તરીકે નબળા સાબિત થયા ભાજપના રાદડિયા

અમદાવાદઃ પોરબંદર લોકસભા સીટ સૌરાષ્ટ્રમાં આવેલી છે. મહાત્મા ગાંધીના જન્મસ્થળ એવા પોરબંદર સીટ પર ભાજપની પકડ મજબૂત છે. આ સીટ પર ભાજપની 6ઠ્ઠી ટર્મ ચાલી રહી છે જ્યારે આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર માત્ર 3 વખત જ ચૂંટાઈને આવ્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિઠ્ઠલ રાદડિયા અને NCPના ઉમેદવાર કાંધલ જાડેજાવચ્ચે ટક્કર થઈ હતી. ભાજપના 60 વર્ષીય ઉમેદવાર વિઠ્ઠલ રાદડિયાને 508,437 વોટ મળ્યાં હતાં, આ જીત સાથે વિઠ્ઠલ રાદડિયા બીજી વખત સાંસદ બન્યા. જ્યારે એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજાએ 240,466 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

gujarat lok sabha seats

પોરબંદર સીટ પર સાંસદ વિઠ્ઠલ રાદડિયાની આ બીજી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની એકપણ ડિબેટમાં ભાગ નથી લીધો કે ન તો તેમણે એકેય પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યાં. પોતાના કાર્યકાળ દરમિયાન સદનમાં એકપણ પ્રશ્ન નથી પૂછ્યો. અને સંસદમાં હાજરીની બાબતમાં પણ વિઠ્ઠલ રાદડિયા સૌથી નબળા ઉમેદવાર સાબિત થયા છે. ભાજપના અન્ય તમામ ઉમેદવાર કરતા વિઠ્ઠલ રાદડિયા સૌથી ઓછા સક્રિય છે. સદનમાં તેઓની હાજરી માત્ર 15 ટકા જ રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી ઘણી ઓછી છે.

વર્ષ 1977 સુધી પોરબંદર લોકસભા સીટ બની જ નહોતી. 1977માં પહેલી વખત ભારતીય લોકદળના ઉમેદવાર ધરમસિંહભાઈ પટેલ આ સીટ પરથી ચૂંટાઈ આવ્યા. 1980માં કોંગ્રેસના માલદેવજી ઓડેદરા, 1984માં કોંગ્રેસના પરસોત્તમભાઈ ભાલોડિયા, 1989માં જનતા દળના બદલવંતભાઈ માનવર, 1991માં ભાજપના હિરાલાલ પટેલ અને 1996થી સતત ત્રણ ટર્મ સુધી એટલે કે 1996, 1998 અને 1999માં ભાજપના ગોર્ધનભાઈ જાવિયા ચૂંટાઈ આવ્યા, 2004માં ફરી ભાજપના હિરાલાલ પટેલ ચૂંટાયા અને 2009માં વિઠ્ઠલભાઈ રાદડિયા પહેલી વખત કોંગ્રેસ તરફથી આ સીટ પર ચૂંટાયા. 2013માં તેઓ ભાજપ સાથે જોડાતાં પોરબંદર સીટ પર પેટાચૂંટણી કરવામાં આવી અને પેટાચૂંટણીમાં પણ વિઠ્ઠલ રાદડિયા ભાજપ તરફથી ચૂંટાયા. 2014મા પણ ભાજપના ઉમેદવાર વિઠ્ઠલ રાદડિયા આ સીટ પરથી ચૂંટાઈ આવ્યા હતા.

તમારા સાંસદ કેટલું ભણેલા છે? અહીં જાણો

હવે જો પોરબંદર સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં પોરબંદર સીટ પર કુલ 1,539,223 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 807,383 અને મહિલા મતદાતા 731,840 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 471,495 પુરુષ મતદાતાઓ અને 337,938 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 809,433 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે પોરબંદર લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,112,269 છે જેમાંથી 60.91% વસ્તી ગ્રામીણ જ્યારે 39.09% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 10.07 ટકા એસસી અને 1.71 ટકા એસટીની વસાહત છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો અમદાવાદ પશ્ચિમ સીટ પર હંમેશા ભાજપ જ કેમ જીતે છે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X