Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ ભરૂચ વિશે

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ ભરૂચ વિશે

ગુજરાતની લોકસભા સીટ ભરૂચ પર હાલમાં ભારતીય જનતા પાર્ટીનો કબ્જો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઇ વસાવા અને કોંગ્રેસના ઉમેદવાર જયેશભાઇ પટેલ વચ્ચે ટક્કર થઈ હતી. ભાજપના 61 વર્ષીય ઉમેદવાર મનસુખભાઇ વસાવાની 548,902 જેટલા જંગી વોટથી જીત થઈ હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી જયેશભાઇ પટેલને 395,629 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

gujarat lok sabha seats

ભરૂચ સીટ પર સાંસદ મનસુખભાઇ વસાવાની આ પાંચમી ટર્મ છે. પોતાની પાંચમી ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદમાં કુલ 26 ડિબેટમાં ભાગ લીધો હતો. તેમણે એક પણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું નહીં. સંસદમાં તેમણે 240 સવાલો પૂછ્યા હતા. સદનમાં મનસુખભાઇ વસાવાની 87 ટકા હાજરી રહી.

તમારા સાંસદ કેટલું ભણેલા છે? અહીં જાણો

જો ભરૂચના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો ભરૂચમાં 1951 થી 1961 સુધી કોંગ્રેસના ચંદ્રશેખર ભટ્ટ અહીંના સાંસદ રહ્યા. 1962 થી 1966 સુધી કોંગ્રેસના છોટુભાઈ પટેલ અહીંના સાંસદ રહ્યા. 1967 થી 1976 સુધી કોંગ્રેસના માનસિંહ રાણા અહીંના સાંસદ રહ્યા. 1977 થી 1988 સુધી કોંગ્રેસના અહમદ પટેલ અહીંના સંસદ બન્યા. પરંતુ 1989 થી 1998 સુધી ભાજપના ચંદુભાઈ દેશમુખ ભરૂચના સાંસદ બન્યા. 1998 દરમિયાન ચંદુભાઈ દેશમુખનું મૃત્યુ થવાને કારણે બાય ઈલેક્શન થયા અને તેમાં ભાજપના મનસુખ ભાઈ વસાવા વિજયી બન્યા. 1998 થી અત્યારસુધી મનસુખભાઇ વસાવા ભાજપના સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે.

હવે જો ભરૂચ સીટ પરના મતદાતાઓની વાત કરીએ તો લોકસભા 2014માં કુલ 1,417,548 મત નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 734,861 અને મહિલા મતદાતા 682,687 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 564,668 પુરુષ મતદાતાઓ અને 495,543 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 1,060,211 મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે ભરૂચ લોકસભા મતવિસ્તારની વસતી 2,091,709 છે જેમાંથી 72.47% વસ્તી ગ્રામીણ જ્યારે 27.53% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 3.87 ટકા એસસી અને 39.53 ટકા એસટી મતદાતાઓ છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: છોટા ઉદેપુર હતો કોંગ્રેસનો ગઢ, આવી રીતે ભાજપે છીનવી લીધો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X