Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભા ચૂ્ંટણી 2019: ગાંધીનગર સીટ પર અડવાણીનો છે અનોખો રેકોર્ડ

લોકસભા ચૂ્ંટણી: ગાંધીનગર સીટ પર અડવાણીનો છે અનોખો રેકોર્ડ

અમદાવાદઃ ગાંધીનગર લોકસભા સીટની વાત કરીએ તો પહેલી ત્રણ લોકસભા ચૂંટણી દરમિયાન ગાંધીનગર સીટ અસ્તિત્વમાં જ નહોતી. દેશની ચોથી લોકસભા ચૂંટણી વખતે 1967માં ગાંધીનગર લોકસભા સીટ અસ્તિત્વમાં આવી. આ સીટ પર આઝાદીના થોડા વર્ષો પછીથી ભાજપની પકડ મજબૂત છે. છેલ્લી નવ ટર્મથી આ સીટ પર માત્ર ભાજપના જ ઉમેદવાર જીતતા આવ્યા છે તેમાંથી પણ સૌથી વધુ વખત એલ.કે. અડવાણી સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા.

gujarat lok sabha seats

2014ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી હંમેશાની જેમ 4 લાખથી પણ વધુ મતના માર્જિનથી ચૂંટાઈ આવ્યા. લાલકૃષ્ણ અડવાણીને એકપણ પાર્ટીના ઉમેદવાર આ સીટ પર ટક્કર આપી શકે તેવા સમર્થ નહોતા. આ જીતની સાથે જ લોકસભા 2014માં ગાંધીનગર સીટ પર ભાજપનો વોટશેર +13.14 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર -13.95 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 91 વર્ષીય ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીને કુલ 773,539 વોટ મળ્યા હતા. આ જીત સાથે જ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાતમી વખત ગાંધીનગરથી સાંસદ બન્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિર્તિભાઈ ઈશ્વરભાઈ પટેલે માત્ર 290,418 વોટથી સંતોષ માનવો પડ્યો હતો.

તમારા સાંસદે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે? જાણો

ગાંધીનગર સીટ પર સાંસદ તરીકે લાલકૃષ્ણ અડવાણીની આ સાતમી ટર્મ છે. પોતાની સાતમી ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની માત્ર 1 ડિબેટમાં ભાગ લીધો હતો, એકપણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ નહોતાં કર્યાં અને સદનમાં એકેય પ્રશ્નો પણ નહોતા પૂછ્યા, જો કે તેમની હાજરી 92% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી ઘણી વધુ છે.

જો ગાંધીનગરના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો પહેલી ત્રણ ટર્મ સુધી ગાંધીનગર સીટ અસ્તિત્વમાં જ નહોતી આવી. 1967 અને 1971માં કોંગ્રેસના સોમસંદભાઈ સોલંકી ચૂંટાઈ આવ્યા હતા, 1977માં ભારતીય લોકદળના પુરુષોત્તમ માવલંકર, 1980માં કોંગ્રેસના અમૃત પટેલ, 1984માં કોંગ્રેસના જી.આઈ. પટેલ ચૂંટાયા જ્યારે 1989માં ભાજપના શંકરસિંહ વાઘેલા, 1991માં ભાજપના લાલકૃષ્ણ અડવાણી, 1996માં ભાજપના અટલ બિહારી વાજપેયી અને પછી પેટા ચૂંટણીમાં ભાજપના વિજયભાઈ પટેલ ચૂંટાયા. જ્યરે 1998થી 2014 સુધીની તમામ લોકસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ચૂંટાઈ આવ્યા હતા. ગાંધીનગર લોકસભા સીટ પર ભાજપની કુલ 9 વખત જીત થઈ, કોંગ્રેસની ચાર વખત જીત થઈ અને ભારતીય લોકદળની એક વખત જીત થઈ છે.

હવે જો ગાંધીનગર સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં ગાંધીનગર સીટ પર કુલ 1,733,972 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 900,744 અને મહિલા મતદાતા 833,228 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 620,889 પુરુષ મતદાતાઓ અને 514,606 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 1,135,495 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની કુલ વસતી 1,933,986 છે જેમાંથી 21.06% વસ્તી ગ્રામીણ જ્યારે 78.94% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 11.41 ટકા એસસી અને 1.96 ટકા એસટીની વસાહત છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ મહેસાણાની ખાસિયત

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X