લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ મહેસાણાની ખાસિયત
લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ મહેસાણાની ખાસિયત
અમદાવાદઃ મહેસાણા લોકસભા સીટ ઉત્તર ગુજરાતમાં આવેલી છે. મહેસાણા સીટ પર ભાજપની 7મી ટર્મ ચાલી રહી છે જો કે આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર પણ 7 વખત ચૂંટાઈને આવ્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જયશ્રીબેન પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલ વચ્ચે ટક્કર થઈ હતી. લોકસભા 2014માં આ સીટ પર ભાજપનો વોટશેર 32.62 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર 13.80 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 59 વર્ષીય ઉમેદવાર જયશ્રીબેન પટેલને 5,18,538 જેટલા વોટ મળ્યાં હતાં, આ જીત સાથે તેઓ બીજી વખત સાંસદ બન્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલે 3,71,359 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

મહેસાણા સીટ પર સાંસદ જયશ્રીબેન પટેલની આ બીજી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 126 ડિબેટમાં ભાગ લીધો હતો, કુલ 6 પ્રાઈવેટ મેમ્બર બિલ પણ રજૂ કર્યાં અને સદનમાં કુલ 386 પ્રશ્નો પૂછ્યા, જો કે તેમની હાજરી 98 ટકા રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી ઘણી વધુ છે.
જો મહેસાણાના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1952માં મહેસાણા વેસ્ટ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવા તુલસિદાસ કિલચંદ જ્યારે મહેસાણા ઈસ્ટ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ ગિરધરલાલ પારેખ ચૂંટાઈ આવ્યા હતા. 1957માં મહેસાણા ઈસ્ટ અને વેસ્ટ સીટ એક થઈ અને આ સીટ પર અપક્ષ ઉમેદવાર પુરષોત્તમ પટેલ ચૂંટાઈ આવ્યા. 1962માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર માનસિંહ પટેલ આ સીટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. 1967માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર રામચંદ્ર અમીન, 1971માં કોંગ્રેસના ઉમેદવાર નટવરલાલ પટેલ, 1977માં ભારતીય લોક દળના મણીબેન વલ્લભભાઈ પટેલ, 1980માં કોંગ્રેસના મોતિભાઈ ચૌધરી, અને 1984થી 1998 સુધી સતત પાંચ ટર્મ માટે ભારતીય જનતા પાર્ટીના એકે પટેલ ચૂંટાઈ આવ્યા. 1999માં કોંગ્રેસના આત્મારામ પટેલ, 2004માં કોંગ્રેસના જીવાભાઈ પટેલ, 2009માં ભાજપના જયશ્રીબેન પટેલ અને 2014માં પણ ભાજપના જયશ્રીબેન પટેલ ચૂ્ંટાઈ આવ્યાં.
આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ પાટણની ખાસિયત
હવે જો મહેસાણા સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં મહેસાણા સીટ પર કુલ 1,498,219 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 777,821 અને મહિલા મતદાતા 720,398 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 544,710 પુરુષ મતદાતાઓ અને 459,548 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 1,004,258 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે મહેસાણા લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,022,310 છે જેમાંથી 74.15% વસ્તી ગ્રામીણ જ્યારે 25.85% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 7.61 ટકા એસસી અને 0.46 ટકા એસટી મતદાતાઓ છે.
તમારા સાંસદ કેટલું ભણેલા છે? અહીં જાણો
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
