લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ પાટણની ખાસિયત

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ પાટણની ખાસિયત

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં આવેલ લોકસભા સીટ પાટણ પર ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનું પ્રભૂત્વ હંમેશાથી વધુ રહ્યું છે. પાટણ સીટ પર ભાજપની 5મી ટર્મ ચાલી રહી છે જો કે આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર 6 વખત ચૂંટાઈને આવ્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લીલાધરભાઈ વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર ભાવિનસિંહ રાઠોડ વચ્ચે ટક્કર થઈ હતી. લોકસભા 2014માં આ સીટ પર ભાજપનો વોટશેર 12.35 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર 5.08 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 83 વર્ષીય ઉમેદવાર લીલાધરભાઈ વાઘેલા 5,18,538 જેટલા જંગી વોટથી જીત મેળવી પહેલી વખત સાંસદ બન્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભાવસિંહ રાઠોડે 3,79,819 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

gujarat lok sabha seats

પાટણ સીટ પર સાંસદ લીલાધરભાઈ વાઘેલાની આ પહેલી ટર્મ હતી. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની એકપણ ડિબેટમાં ભાગ નહોતો લીધો, પ્રાઈવેટ મેમ્બર બિલ પણ એકેય રજૂ નહોતાં કર્યાં અને સદનમાં માત્ર 11 પ્રશ્નો જ પૂછ્યા, જો કે તેમની હાજરી 78 ટકા રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી ઓછી છે.

તમારા સાંસદે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે? જાણો

જો પાટણના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1957માં આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર મોતીસિં ઠાકોર ચૂંટાઈ આવ્યા હતા, 1962માં પણ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ પટેલ આ સીટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. 1967માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર ડાયાભાઈ પરમાર, અને 1971 અને 1977માં જનતા દળના ખેમચંદભાઈ ચાવડાએ જીતનો ઝંડો લહેરાવ્યો હતો. 1980માં કોંગ્રેસના ઉમેદવાર હિરાલાલ પરમાર, 1984માં કોંગ્રેસના પૂનમ વણકર, 1989માં જનતાદળના ખેમચંદભાઈ પરમાર અને 1991, 1996 અને 1998માં ત્રણ ટર્મ સુધી ભાજપના ઉમેદવાર મહેશ ખોડિયાની જીત થઈ. 1999માં કોંગ્રેસના પ્રવિણ રાષ્ટ્રપાલ ચૂંટાઈ આવ્યા જ્યારે 2004માં ફરી ભાજપના મહેશ ખોડિયા ચૂંટાયા, 2009માં કોંગ્રેસના જગ્દિશ ઠાકોર અને 2014માં ભાજપના લીલાધરભાઈ વાઘેલા ચૂંટાઈ આવ્યા.

હવે જો પાટણ સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં પાટણ સીટ પર કુલ 1,628,641 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 846,195 અને મહિલા મતદાતા 782,446 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 529,513 પુરુષ મતદાતાઓ અને 426,286 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 955,799 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે પાટણ લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,317,424 છે જેમાંથી 84.98% વસ્તી ગ્રામીણ જ્યારે 15.02% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 9.67 ટકા એસસી અને 1.15 ટકા એસટી મતદાતાઓ છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ કચ્છ વિશે, 6 ટર્મથી છે ભાજપનો કબ્જો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X