Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભા 2019: જૂનાગઢ સીટ પર કોનું પ્રભુત્વ વધારે? જાણો

લોકસભા 2019: જૂનાગઢ સીટ પર કોનું પ્રભુત્વ વધારે? જાણો

જૂનાગઢ લોકસભા સીટની વાત કરીએ તો જૂનાગઢમાં 1991 બાદ કોંગ્રેસને જીતવા માટે ફાફાં મારવા પડ્યાં હતાં. આઝાદી બાદ કેટલીક ટર્મ સુધી આ સીટ પર કોંગ્રેસનો જંગી મતે વિજય થતો આવ્યો હતો પણ 1991 બાદ ભાજપે કોંગ્રેસને આ સીટ માટે હંફાવી દીધી છે. લોકસભા 2014ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચૂડાસમાએ કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશને 135,832 મતથી હરાવ્યા હતા. 36 વર્ષીય રાજેશભાઈ ચુડાસમાની આ પહેલી ટર્મ છે.

gujarat lok sabha seats

જો જૂનાગઢના પોલિટિકલ ઈતિહાસની વાત કરીએ તો ગુજરાત બોમ્બેથી અલગ થયું તે પહેલા 1961 સુધી જૂનાગઢ સીટ સોરઠ સીટ તરીકે ઓળખાતી હતી. 1952 અને 1957માં આ સીટ પર કોંગ્રેસના નરેન્દ્ર નથવાણી ચૂંટાઈને આવ્યા હતા, 1962માં કોંગ્રેસના સી.આર રાજા, 1967માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર વિરેન શાહ,1971માં BLDના નરેન્દ્ર નથવાણી, જ્યારે 1980 અને 1984માં કોંગ્રેસના મોહનભાઈ પટેલ, 1989માં જનતાદળના ગોવિંદભાઈ શેખડા, અને 1991, 1996, 1998 અને 1999માં ભાજપના ભાવના ચિખલિયા ચૂંટાઈ આવ્યાં. 2004માં કોંગ્રેસના જશુભાઈ ધનાભાઈ, 2009માં ભાજપના દિનુભાઈ ભોગાભાઈ બારડ અને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રાજેશભાઈ ચુડાસમા ચૂંટાઈ આવ્યા હતા.

તમારા સાંસદે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે? જાણો

જો લોકસભા ચૂંટણી 2014ના વોટશેરની વાત કરીએ તો ભાજપનો વોટશેર 54.51 ટકા રહ્યો જે અગાઉની ચૂંટણી કરતાં +7.76 ટકા વધુ છે જ્યારે કોંગ્રેસનો વોટશેર 40.08 રહ્યો જે અગાઉની ચૂંટણી કરતાં -4.86 ટકા ઓછો છે. જો રાજેશભાઈ ચુડાસમાના કામકાજની વાત કરીએ તો 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં સંસદમાં યોજાયેલ 5 ડિબેટમાં ભાગ લીધો હતો જેનો સ્ટેટ એવરેજ 39.2 ટકા અને નેશનલ એવરેજ 63.8 ટકા છે. પ્રાઈવેટ મેમ્બર બિલ તેમણે એકેય રજૂ નહોતાં કર્યાં. સદનમાં તેમણે કુલ 495 પ્રશ્નો પૂછ્યા હતા. અને તેઓની સદનમાં કુલ 72% ટકા હાજરી છે જે સ્ટેટ એવરેજ 84 ટકાથી બહુ ઓછી છે.

જૂનાગઢ મત વિસ્તારના મતદાતાઓ અને વસતીની વાત કરીએ તો ચૂંટણી પંચ મુજબ 2014માં જૂનાગઢ વિસ્તારમાંમાં કુલ 1,485,543 મતદાતા હતા જેમાંથી 772,017 પુરુષ મતદાતા અને 772,017 મહિલા મતદાતા છે. જ્યારે 2014માં માત્ર 63 ટકા જ મતદાન થયું હતું, કુલ 941,378 લોકોએ મતદાન કર્યું હતું જેમાંથી 516,158 પુરુષો મતદાતા અને 425,220 મહિલા મતદાતાઓના વોટ પડ્યા હતા. 2,155,034 લોકોની વસતી ધરાવતા જૂનાગઢ મતવિસ્તારમાંની 64.29% ટકા વસ્તી ગ્રામીણ જ્યારે 35.71% વસ્તી શહેરી છે. આ સીટ પર 8.94 ટકા એસસી અને 1.71 ટકા એસટીની વસાહત છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ રાજકોટની વિશે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X