For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ રાજકોટની વિશે

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ રાજકોટની વિશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજકોટ લોકસભા સીટ સૌરાષ્ટ્રમાં આવેલી છે. રાજકોટ સીટ પર ભાજપની 7મી ટર્મ ચાલી રહી છે જો કે આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર પણ 6 વખત ચૂંટાઈને આવ્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા અને કોંગ્રેસના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયા વચ્ચે ટક્કર થઈ હતી. લોકસભા 2014માં આ સીટ પર ભાજપનો વોટશેર 15.26 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર 11.86 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 67 વર્ષીય ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાને 621,524 વોટ મળ્યાં હતાં, આ જીત સાથે પહેલી વખત સાંસદ બન્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાએ 375,096 વોટથી સંતોશ માનવો પડ્યો હતો. જણાવી દઈએ કે કુંવરજીભાઈ બાવળિયા જુલ 2018થી ભાજપમાં જોડાઈ ગયા છે.

gujarat lok sabha seats

રાજકોટ સીટ પર સાંસદ મોહનભાઈ કુંડારિયાની આ પહેલી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 16 ડિબેટમાં ભાગ લીધો હતો, પ્રાઈવેટ મેમ્બર બિલ એકપણ રજૂ નહોતાં કર્યાં અને સદનમાં કુલ 216 પ્રશ્નો પૂછ્યા, જો કે તેમની હાજરી 95% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી ઘણી વધુ છે.

જો રાજકોટના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1952માં રાજકોટ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર મેજર જનરલ હિંમતસિંહજીએ પ્રતિનિધિત્વ કર્યું હતું. 1957માં રાજકોટ લોકસભા સીટ અસ્તિત્વમાં નહોતી. જો કે 1962 અને 1967માં સ્વતંત્ર પાર્ટીના મિનોચેર રુસ્તમ મસાણી, 1971માં કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામભાઈ ઓઝા, 1977માં ભારતીય લોક દળના કેશુભાઈ પટેલ, 1980માં કોંગ્રેસના રામજીભાઈ મેવાણી, 1984માં કોંગ્રેસના રામાબેન પટેલ, 1989 અને 1991માં ભાજપના શિવલાલ વેકરીયા અને 1996થી સતત ચાર ટર્મ સુધી એટલે કે 1996, 1998, 1999 અને 2004માં ભાજપના વલ્લભભાઈ કથિરિયા, 2009માં કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળિયા, અને 2014માં ભાજપના મોહનભાઈ કુંડારિયા ચૂ્ંટાઈ આવ્યા.

તમારા સાંસદે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે? જાણો

હવે જો રાજકોટ સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં રાજકોટ સીટ પર કુલ 1,655,717 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 864,760 અને મહિલા મતદાતા 790,957 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 593,333 પુરુષ મતદાતાઓ અને 463,736 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 1,057,069 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે રાજકોટ લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,721,136 છે જેમાંથી 35.11% વસ્તી ગ્રામીણ જ્યારે 64.89% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 7.05 ટકા એસસી અને 0.7 ટકા એસટીની વસાહત છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: ગાંધીનગર સીટ પર અડવાણીનો છે અનોખો રેકોર્ડ

English summary
lok sabha elections 2019: how is mood of rajkot lok sabha seat, read a report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X