For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂ્ંટણી 2019: કોંગ્રેસનો ગઢ છે ખેડા સીટ, માત્ર 2 વખત જ જીત્યું ભાજપ

કોંગ્રેસનો ગઢ છે ખેડા સીટ, માત્ર 2 વખત જ જીત્યું ભાજપ

|
Google Oneindia Gujarati News

ખેડા લોકસભા સીટ મધ્ય ગુજરાતમાં આવેલી છે. ખેડા સીટ પણ કોંગ્રેસનો ગઢ ગણાય છે પણ 2014ની ચૂંટણીમાં મોદી લહેરને કારણે આ સીટ પર પણ કોંગ્રેસની હાર થઈ હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસના ઉમેદવાર દિનશા પટેલ વચ્ચે આકરી ટક્કર થઈ હતી. દેવુસિંહ ચૌહાણે દિનશા પટેલને 232,901 વોટથી હરાવ્યા હતા. આ જીતની સાથે જ લોકસભા 2014માં ખેડા સીટ પર ભાજપનો વોટશેર +24.36% ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર -12.04% ટકાથી ઘટ્યો હતો. ભાજપના 54 વર્ષીય ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને 568,235 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનશા પટેલએ 335,334 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

gujarat lok sabha seats

આ જીત સાથે જ દેવુસિંહ ચૌહાણ પહેલી વખત ખેડાથી સાંસદ બન્યા. ખેડા સીટ પર સાંસદ દેવુસિંહ ચૌહાણની આ પહેલી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 21 ડિબેટમાં ભાગ લીધો પરંતુ પ્રાઈવેટ મેમ્બર બિલ પણ એકેય રજૂ નહોતાં કર્યાં, જો કે સદનમાં તેમણે કુલ 285 પ્રશ્નો પૂછ્યા હતા, અને તેમની હાજરી 83% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી થોડી ઓછી છે.

તમારા સાંસદ કેટલું ભણેલા છે? અહીં જાણો

જો ખેડાના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1977 સુધી ખેડા સીટ કાયરા સીટ તરીકે ઓળખાતી હતી. 1952માં કાયરા દક્ષિણથી કોંગ્રેસના મણિબેન પટેલ અને કાયરા ઉત્તરમાં અપક્ષ ઉમેદવાર ઠાકોર ફતેસિંહજી ડાભી ચૂંટાઈ આવ્યા. 1957માં સ્વતંત્ર પાર્ટીના ઠાકોર ફતેસિંહજી ડાભી, 1962 અને 1967માં કોંગ્રેસના પ્રવિણસિંહ સોલંકી, 1971 અને 1977માં કોંગ્રેસના ધરમસિંહ દેસાઈ, 1980 અને 1984માં કોંગ્રેસના અજીતસિંહ દેસાઈ, 1989માં જનતાદળના પ્રભાતસિંહ ચૌહાણ તથા 1991માં ભાજપના ખુશિરામ જેસવાણી, 1996, 1998, 1999, 2004 અને 2009માં કોંગ્રેસના દિનશા પટેલ તથા 2014માી ભાજપના દેવુસિંહ ચૌહાણ ચૂંટાઈ આવ્યા.

હવે જો ખેડા સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં ખેડા સીટ પર કુલ 1,599,476 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 833,232 અને મહિલા મતદાતા 766,244 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 542,955 પુરુષ મતદાતાઓ અને 412,951 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 955,906 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે ખેડા લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,503,828 છે જેમાંથી 61.36% વસ્તી ગ્રામીણ જ્યારે 38.64% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 6.17 ટકા એસસી અને 1.38 ટકા એસટીની વસાહત છે.

આ પણ વાંચો- લોકસભા 2019: જૂનાગઢ સીટ પર કોનું પ્રભુત્વ વધારે? જાણો

English summary
lok sabha elections 2019: how is mood of kheda lok sabha seat, read a report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X