For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો પંચમહાલ મતવિસ્તારમાં કોની પકડ છે મજબૂત

જાણો પંચમહાલ મતવિસ્તારમાં કોની પકડ છે મજબૂત

|
Google Oneindia Gujarati News

ગુજરાતના પૂર્વ પટ્ટામાં આવેલ પંચમહાલ સિટ 1962થી 2008 સુધી અસ્તિત્વમાં નહોતી. ગુજરાત બોમ્બે સ્ટેટમાં હતું ત્યારે આ સીટ પંચમહાલ- બરોડા પૂર્વ સીટ તરીકે ઓળખાતી હતી અને 2008માં ગુજરાતની લોકસભા સીટ પંચમહાલ અસ્તિત્વમાં આવી અને પહેલી વખત 2009માં ચૂંટણી થઈ હતી. પંચમહાલના પહેલા સાંસદ ભાજપના પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ બન્યા હતા.

gujarat lok sabha seats

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ અને કોંગ્રેસના ઉમેદવાર રામશી પરમાર વચ્ચે આકરી ટક્કર થઈ હતી. પ્રભાતસિંહ ચૌહાણે રામશી પરમારને 170,596 વોટથી હરાવ્યા હતા. આ જીતની સાથે જ લોકસભા 2014માં પંચમહાલ સીટ પર ભાજપનો વોટશેર +7.95 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર -9.98 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 77 વર્ષીય ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણને 508,274 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રામશી પરમારએ 337,678 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

તમારા સાંસદે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે? જાણો

આ જીત સાથે જ પ્રભાતસિંહ ચૌહાણ બીજી વખત પંચમહાલથી સાંસદ બન્યા. પંચમહાલ સીટ પર સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની આ બીજી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 3 ડિબેટમાં ભાગ લીધો પરંતુ પ્રાઈવેટ મેમ્બર બિલ પણ એકેય રજૂ નહોતાં કર્યાં, જો કે સદનમાં તેમણે માત્ર 9 પ્રશ્નો પૂછ્યા હતા, અને તેમની હાજરી 91% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી થોડી વધુ છે.

જો પંચમહાલના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો પહેલા આ સીટ બોમ્બે સ્ટેટની લોકસભા સીટ ગણાતી હતી. 1952માં કોંગ્રેસના ભાવજી પરમાર, 1957માં કોંગ્રેસના માણેકલાલ ગાંધી, 1962માં કોંગ્રેસના ડી.જે. નાયક ચૂંટાઈ આવ્યા હતા. 2008થી પંચમહાલ સીટ ગુજરાતની લોકસભા સીટ તરીકે અસ્તિત્વમાં આવી. 2009 અને 2014માં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટાઈ આવ્યા.

હવે જો પંચમહાલ સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં પંચમહાલ સીટ પર કુલ 1,576,667 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 820,230 અને મહિલા મતદાતા 756,437 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 516,017 પુરુષ મતદાતાઓ અને 417,444 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 933,461 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે પંચમહાલ લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,408,808 છે જેમાંથી 85.80% વસ્તી ગ્રામીણ જ્યારે 14.20% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 5.17 ટકા એસસી અને 14.59 ટકા એસટીની વસાહત છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: કોંગ્રેસનો ગઢ છે ખેડા સીટ, માત્ર 2 વખત જ જીત્યું ભાજપ

English summary
lok sabha elections 2019: how is mood of panchmahal lok sabha seat, read a report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X