Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ વલસાડ વિશે

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ વલસાડ વિશે

ગુજરાતની લોકસભા સીટ વલસાડ ભાજપ માટે પડકાર બની શકે છે કારણકે અહીં છેલ્લા કેટલાક વર્ષોમાં સત્તા બદલાતી રહે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડો. કેસી પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર કિશનભાઇ પટેલ વચ્ચે ટક્કર થઈ હતી. ભાજપના 68 વર્ષીય ઉમેદવાર ડો. કેસી પટેલની 617,772 જેટલા જંગી વોટથી જીત થઈ હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશનભાઇ પટેલને 409,768 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

gujarat lok sabha seats

વલસાડ સીટ પર સાંસદ ડો. કેસી પટેલની આ પહેલી ટર્મ હતી. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદમાં કુલ 1 ડિબેટમાં ભાગ લીધો હતો, જો કે તેમણે એકપણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ નહોતાં કર્યાં. સંસદમાં તેમણે એક પણ સવાલ પૂછ્યા ના હતા. સદનમાં ડો. કેસી પટેલની 80 ટકા હાજરી રહી.

તમારા સાંસદની સંપત્તિ કેટલી છે? અહીં જાણો

જો વલસાડના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1957 થી 1979 સુધી નાનું ભાઈ પટેલ ત્યાંના સાંસદ રહ્યા. તેઓ કોંગ્રેસ પાર્ટીને રજુ કરતા હતા ત્યારપછી 1980 થી 1988 સુધી પણ આ સીટ કોંગ્રેસ પાસે જ રહી અને ઉત્તમ ભાઈ સાંસદ હતા. પરંતુ 1989 થી 1990 સુધી અર્જુન ભાઈ જેઓ જનતાદળ પાર્ટીના હતા તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. પરંતુ 1991 થી 1995 દરમિયાન કોંગ્રેસના ઉત્તમભાઈ ફરી એકવાર સંસદ બન્યા. પરંતુ ફરી એકવાર રાજકીય સમીકરણ બદલાયું અને 1996 થી 2003 સુધી ભાજપના મણીભાઈ ચૌધરી વલસાડથી સંસદ ચૂંટણી આવ્યા. વર્ષ 2004 થી 2013 દરમિયાન ફરી કોંગ્રેસ પાર્ટી વલસાડમાં આવી અને કિશનભાઇ પટેલ સાંસદ બન્યા. જયારે હાલમાં વર્ષ 2014 થી ભાજપના કેસી પટેલ વલસાડના સંસદ છે.

તમારા સાંસદે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે? જાણો

હવે જો વલસાડ સીટ પરના મતદાતાઓની વાત કરીએ તો લોકસભા 2014માં કુલ 1,512,061 મત નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 775,073 અને મહિલા મતદાતા 736,988 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 582,311 પુરુષ મતદાતાઓ અને 539,892 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 1,122,203 મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે વલસાડ લોકસભા મતવિસ્તારની વસતી 2,300,449 છે જેમાંથી 70.69% વસ્તી ગ્રામીણ જ્યારે 29.31% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 1.84 ટકા એસસી અને 62.69 ટકા એસટી મતદાતાઓ છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ નવસારી વિશે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X