વડોદરામાં ગંગા દશહરા મહોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડોદરાના ચાંદોદ ગામની ગોદમાંથી પસાર થતી અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ગંગા દશહરા પર્વની ઉજવણીનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો. ગંગા દશહરાના પર્વના પ્રથમ પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી બ્રાહ્મણવૃંદ દ્વારા વેદ મંત્રોના પઠન સાથે માતા ગંગા-નર્મદાની ભવ્ય અને દિવ્ય આરતી કરી હતી.

Bhupendra patel

વડોદરા જિલ્લાના ડભોઇના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના કિનારે દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ મહોત્સવમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા અને મલ્હાર રાવ ઘાટ ખાતે ગંગાજી-નર્મદાજી માતાની દિવ્ય આરતી કરી હતી.

નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન પદના સેવાદાયિત્વના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર અને ગંગા દશહરાનું પર્વ એમ બે પ્રસંગોનો સુભગ સમન્વય થયો હતો અને તે નિમિત્તે બ્રાહ્મણવૃંદ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.

સુપ્રસિધ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હતું. તેની સ્મૃતિમાં વર્ષોની પરંપરા મુજબ ગંગા દશહરા મહોત્સવ ઉજવાય છે. મહોત્સવની દસ દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી દરમિયાન રોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકઠા થઇ નર્મદાજીની આરતીનો લાભ લે છે. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે અહીં પૂજા અને મહાઆરતી થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભાવિકોને મુખ્યમંત્રીશ્રીની સાલસતા અને મૃદુ સ્વભાવનો પરિચય થયો હતો. મહા આરતી બાદ ઘાટ ચઢતી વેળાએ મુખ્યમંત્રી ઉપસ્થિત ભાવિકોને મળ્યા હતા તેમજ બાળકો સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X