Mahisagar: ચોર બની પોલીસ, ચોકીમાંથી ચોર્યો લાખોનો દારૂ અને પંખા, પાંચ પોલીસકર્મીની ધરપકડ
Mahisagar: સામાન્ય રીતે ચોરને પોલીસ પકડે છે, અને તેમને જેલમાં પુરે છે. જોકે, ઘણીવાર એવા કિસ્સા સામે આવે છે કે, પોલીસ જ ચોરી કરે છે. આવો જ એક કિસ્સો મહિસાગરના એક પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે.
મહિસાગરના એક પોલીસ સ્ટેશનમાંથી પોલીસકર્મીઓ દ્વારા 1.97 લાખ રૂપિયાની જપ્ત કરવામાં આવેલા દારૂની બોટલ અને ટેબલ પંખા ચોરી લેવામાં આવ્યા છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં એક એએસઆઇ સહિત પાંચ પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે.

482 બોટલ અને 75 ટેબલ ફેન ચોર્યા - નાયબ પોલીસ અધિક્ષક પી. એસ. વલવીએ જણાવ્યું હતું કે, ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશનના મહિલા લોકઅપમાં દારૂની બોટલો અને પંખા રાખવામાં આવ્યા હતા. બાકોર પોલીસે એક વ્યક્તિ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 482 બોટલ અને 75 ટેબલ ફેન કબજે કર્યા હતા.
નાયબ પોલીસ અધિક્ષક પી. એસ. વલવીએ જણાવ્યું હતું કે, આરોપી વ્યક્તિ પંખાની પેટીઓ પાછળ છુપાવીને ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આવી વસ્તુઓ રાખવા માટે નિયુક્ત કરવામાં આવેલા રૂમ ભરાયેલો હોવાથી તેને મહિલા લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. લોકઅપની સફાઈ દરમિયાન આઈએમએફએલની બોટલ અને પંખાના ખાલી કે તૂટેલા બોક્સ મળી આવ્યા હતા.
સામે આવ્યા સીસીટીવી ફૂટેજ - એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે, એએસઆઈ અરવિંદ ખાંટે 25 ઓક્ટોબરની રાત્રે ચોરીને અંજામ આપ્યો હતો, જ્યારે તેઓ પોલીસ સ્ટેશન ઓફિસર તરીકે ફરજ પર હતા.
તેમણે જણાવ્યું હતું કે, ફૂટેજમાં ખાંટ અને હેડ કોન્સ્ટેબલ લલિત પરમાર રાત્રે લગભગ 10 વાગ્યે લોક-અપમાં પ્રવેશતા અને કેટલીક દારૂની બોટલો લઈને બહાર આવતા દેખાય છે. અરવિંદ ખાંટે કથિત રીતે કેટલાક સમય માટે સીસીટીવી કેમેરા પણ બંધ કરી દીધા હતા












Click it and Unblock the Notifications
