For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

75 નગરપાલિકાઓના પરિણામ જાહેર, 47 પર ભાજપનો ભગવો

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 12 ફેબ્રુઆરી : ગુજરાતમાં ગત રવિવારે યોજાયેલ નગર પાલિકાઓની ચૂંટણીઓમાં પણ સત્તાપક્ષ ભાજપે વિધાનસભા ચૂંટણીની વિજયકૂચ જાળવી રાખી છે. રાજ્યની 75 નગરપાલીકાની બેઠકોના પરિણામ જાહેર થઇ ગયા છે. તેમાં 47 પર ભાજપ, 9 પર કોંગ્રેસ અને 9 નગરપાલીકા અપક્ષના ફાળે ગઇ છે. જ્યારે 10 નગરપાલીકા પર ત્રિશંકું સત્તા રચાશે. બેઠકોની વાત કરીએ તો 1145 બેઠક પર ભાજપ, 449 પર કોંગ્રેસ, 13 પર બીએસપી, 16 પર એનસીપી, 272 પર અપક્ષ અને 9 બેઠક અન્ય પક્ષોના ફાળે ગઇ છે.

bjp-congress

ગત રવિવારે થયેલ ભારે મતદાન બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ હતી અને અત્યાર સુધી મળેલ આંકડાઓ પ્રમાણે ભાજપે ધ્રોળ, જામજોધપુર, કાલાવડ, દ્વારકા, સલાયા, ચાણસ્મા, સાણંદ, વેરાવળ, કોડીનાર, માણાવદર, વંથલી, થાનગઢ, દુધરેજ, રાજૂલા, વડનગર, ધોરાજી, સોનગઢ, જાફરાબાદ, રાપર, ખેડબ્રહ્મા, તલોદ, મહેસાણા, વિદ્યાનગર, તાલાલા, ગારિયાધાર, ગઢડા, ધંધુકા, છાયા અને હાલોલ જેવી મહત્વની નગર પાલિકાઓમાં બહુમતી હાસલ કરી લીધી છે.

બીજી બાજુ કોંગ્રેસ માત્ર ચોરવાડ, બાવળા અને વિસાવદર ખાતે આગળ ચાલે છે, તો એનસીબીએ રાણાવાવ નગર પાલિકા કબ્જે કરી લીધી છે.

સલાયા તથા વલ્લભવિદ્યાનર નગર પાલિકાઓંમાં ભાજપે તમામે તમામ 27-27 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. થાનગઢમાં પણ ભાજપે 27માંથી 25 બેઠકો અંકે કરી ભારે વિજય મેળવ્યો હતો.

પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ નગર પાલિકામાં ભગવો લહેરાયો છે. સાત વોર્ડમાં ભાજપનો વિજય થયો છે. 21 બેઠકો પર ભાજપ વિજયી થયું છે. રાધનપુરમાં કોંગ્રેસનું શાસન આવ્યું છે. 9 વોર્ડમાંથી 6માં કોંગ્રેસનો વિજય થયો છે, એક ભાજપ અને એક અપક્ષના ફાળે ગયું છે. ચાણસ્માની વાત કરીએ તો ચાણસ્મામાં ભગવો લહેરાયો છે. તમામ બેઠકો પર ભાજપ વિજયી થયું છે.

English summary
Some Nagarpalika election results are out, and as expected BJP has done remarkably well so far.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X