મતદાન દરમિયાન 33 બેલેટ યુનિટ, 29 કંટ્રોલ યુનિટ અને 69 વીવીપેટમાં ખરાબી સામે આવી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં 19 જિલ્લામાં 89 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. 25,430 મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં 19 જિલ્લામાં 89 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. 25,430 મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.

voting

19 જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. 26,269 બેલેટ યુનિટ, 25,430 કંટ્રોલ યુનિટ અને 25,430 VVPAT કાર્યરત છે. મતદાનની 90 મિનિટ પહેલા ઇવીએમની ચકાસણી માટે મૉક પોલ યોજાય છે. આ મૉક પોલ દરમિયાન 140 બેલેટ યુનિટ, 372 કંટ્રોલ યુનિટ અને 332 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. સવારે 8 વાગે મતદાન શરૂ થયું ત્યારથી 11 વાગ્યા સુધીના ત્રણ કલાક દરમિયાન 19 જિલ્લાઓમાં થઈને 33 બેલેટ યુનિટ, 29 કંટ્રોલ યુનિટ અને 69 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.

ત્રણ કલાક દરમિયાન 0.1% બેલેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. 0.1% કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે અને 0.3 ટકા વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ છે. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાય છે, ત્યાં બિલકુલ નજીવા સમયમાં ઇવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X