Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિનસચિવાલયની પરીક્ષામાં તંત્ર ફેલ, ચોરીનો વીડિયો સામે આવ્યો

બિનસચિવાલયની પરીક્ષામાં તંત્ર ફેલ, ચોરીનો વીડિયો સામે આવ્યો

બિનસચિવાલયની પરીક્ષાએ ગુજરાતમાં વિવાદ સર્જ્યો છે. હવે કોંગ્રેસે એક વીડિયો જાહેર કરી આ મામલે મોટો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે યોજેલ પ્રેસ કોન્ફ્રેન્સમાં એક વીડિયો બતાવ્યો હતો જેમાં કોઈ ઉમેદવાર મોબાઈલમાં જોઈને જવાબ ટીક કરી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સીસીટીવી ફુટેજ સુરેન્દ્રનગરની સી યુ શાહ ઈંગ્લિશ સ્કૂલ અને એસએન વિદ્યાલયના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બીજા એક વીડિયોમાં વિદ્યાર્થી લાંબા સમય માટે ક્લાસની બહાર જાય છે અને પાછો આવ્યા પછી ખિસ્સામાંથી કાપલી કાઢી જવાબ લખી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે.

binsachivalaya

આ મામલે હવે કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કરવા શરૂ કરી દીધા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, 'આ ચોરીની ઘટના માત્ર સુરેન્દ્રનગરની નથી. આવી જ રીતે ગુજરાતમાં ઠેર-ઠેર ચોરીઓ થઈ છે.' તેમણે એમ પણ જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશમાં સરકારી ભરતીમાં થયેલા વ્યાપમ કૌભાંડ કરતાં પણ ગુજરાતમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. સાથે જ તેમણે બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરી ગેરરીતિ મામલે ન્યાયિક તપાસ કરાવવાની માગ કરી.

કોંગ્રેસના આક્ષેપ મુજબ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આવી રીતે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો મળી છે. સાથે જ અમિત ચાવડાએ દાવો કર્યો કો અમરેલીમાં બિનસચિવાલયની પરીક્ષાના પેપરના ત્રણ લાખ રૂપિયા બોલાતા હતા. જેને લઈ ગુજરાત કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરવામાં નહિ આવે તો કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં દેખાવો કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X