
સાપ કરડ્યો, ગુસ્સે થયેલા ખેડૂતે સાપને જ ચાવી ખાધો, પછી...
ગુજરાતના સંતરામપુર તાલુકામાં આદિવાસી ગામ અંજનાવમાં એક હેરાન કરી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતને એક સાપે કરડી લીધો. ત્યારપછી ગુસ્સે ભરાયેલા ખેડૂતે સાપને મોઢામાં નાખીને દાતથી તેને ચાવી ખાધો, જેને કારણે સાપની મૌત થઇ ગઈ. જયારે ખેડૂતના શરીરમાં ઝેર ફેલાઈ જવાને કારણે હોસ્પિટલમાં તેની પણ મૌત થઇ ગઈ.
આ પણ વાંચો: ગુજરાત: ઝેરીલા સાપોએ બેરોજગારીથી લખપતિ બનવાનો રસ્તો બતાવ્યો

સાપને દાતથી ચાવ્યો
70 વર્ષના આદિવાસી ખેડૂત પર્બત ભાઈ બારીયા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ગરમી અને થાકને કારણે પર્બત ભાઈ ખેતરના એક ખૂણામાં આરામ કરી રહ્યા હતા. ત્યારે જ ક્યાંકથી એક સાપ આવી ગયો અને તેને પર્બત ભાઈને હાથમાં ડંખ માર્યો. સાપના કરડવાથી ગુસ્સે થયેલા પર્બત ભાઈએ સાપને પકડીને પોતાના દાતથી તેને બચકું ભરી લીધું.

ઘાયલ સાપની મૌત
તેમને સાપના શરીરના અલગ અલગ ભાગો પર બચકું ભર્યું. ત્યારપછી ઘાયલ સાપ ત્યાં જ મૃત્યુ પામ્યો. કામ કરી રહેલા બીજા ખેડૂતો પર્બત ભાઈ પાસે ભેગા થઇ ગયા. તેમને એબ્યુલન્સથી ગોધરાના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું.

સમય પર ઉપચાર મળ્યો હોત તો જીવ બચી શકતો હતો
હોસ્પિટલમાં ડોક્ટરોએ પર્બત ભાઈને મૃત જાહેર કર્યા. ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે સમય પર ઉપચાર મળ્યો હોત તો તેમનો જીવ બચી શકતો હતો. સાપના કરડ્યા પછી તેઓ સીધા હોસ્પિટલ આવી ગયા હોત તો તેમનો જીવ બચી જાત, પરંતુ તેમને સાપને મારવામાં સમય બરબાદ કર્યો. આખા શરીરમાં ઝેર ફેલાઈ જવાને કારણે તેમની મૌત થઇ ગઈ.