Gujarat Assembly Election:અમિત શાહનો એપીએમસી સાણંદ થી ગઢીયા ચોકડી સુધીનો રોડ શો યોજાયો

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહનો સાણંદ વિધાનસભા અંતર્ગત એપીએમસી સાણંદ થી ગઢીયા ચોકડી સુધીનો રોડ શો યોજાયો હતો

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહનો સાણંદ વિધાનસભા અંતર્ગત એપીએમસી સાણંદ થી ગઢીયા ચોકડી સુધીનો રોડ શો યોજાયો હતો. રોજ ગુજરાતના સપૂત અને દેશના યશસ્વી ગૃહ મંત્રી અમિતભાઇ શાહ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કનુભાઇ પટેલના સમર્થનમાં રોડ શો યોજ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં યોજવામાં આવેલ આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શહેરીજનો વિશાળ સંખ્યામાં ઉમટ્યાં હતાં. દેશના યશસ્વી ગૃહ મંત્રીશ્રીએ રોડ શોમાં પધારેલ કાર્યકર્તાઓ અને શહેરીજનોને પુષ્પ વર્ષાથી આવકાર્યા હતાં અને જનતા જનાર્દને પણ વંદે માતરમ્ ના નારા સાથે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું.

AMIT SHAH

અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન વિધાનસભા ચૂંટણી અન્વયે શાહના ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદ, અમદાવાદના આસારવા અને બાદમાં આજે આ સાણંદ ખાતેના રોડ શોમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી હતું જે શાહની અપાર લોકચાહનાની પ્રતીતિ કરાવે છે.

આ રોડ શોમાં ઉપસ્થિત જંગી જનસમૂહે "અમિતભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ', "જય શ્રી રામ' , "ભારત માતાકી જય" અને "વંદે માતરમ"ના ગગનભેદી નારાઓ સાથે શાહને પ્રચંડ આવકાર આપ્યો હતો. છેલ્લા 32 વર્ષથી ગુજરાતની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપા પર અપાર હેત અને સ્નેહ વરસાવ્યા છે. વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં પણ જનતાના આશીર્વાદથી ભાજપા પુનઃ એક વખત જંગી બહુમતી સાથે જીતી રહ્યો હોવાનો સ્પષ્ટ સંકેત આ રોડ શો આપી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X