ગુજરાતમાં વરસાદની મેરેથોન ઈનિંગ્સ, હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો અત્યારસુધીના આંકડા

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર ઈનિગ્સ જોવા મળી રહી છે. અમદાવાદ અને જૂનાગઢ સહિતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. જો કે બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં આવનારા 5 દિવસ વરસાદ જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણી જગ્યાઓએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.

Heavy Rain Forecast

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાક વરસાદમાં નવસારી, જામનગર, કચ્છમાં ભારે વરસાદ જોવા મળશે. આ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગ અનુસાર, રાજકોટ, દ્વારકા અને ભાવનગરમાં જિલ્લામાં રેડ એલર્ટ જાહે કરાયુ છે. આ સિવાય વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ અલર્ટ જાહેર કરાયું છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો હજુ સૌરાષ્ટમાં પણ વરસાદથી રાહત નહીં મળે. હવામાન વિભાગ અનુસાર, જૂનાગઢ જિલ્લામાં વરસાદની સ્થિતી યથાવત રહેશે અને અતિભારે વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગે નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યુ છે. અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ અને વડોદરામાં પણ ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં અતિભારે જોવા મળશે. તો બીજી તરફ હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો, આજે રાજ્યના 142 તાલુકામાં વરસાદ નોધાયો છે. રાજ્યમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 4.2 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ સિવાય રાજકોટનાં કોટડા સાંગાણીમાં 3.8 ઈંચ, લાલપુરમાં 3.4 ઈંચ, બાબરમાં 3.4 ઈંચ, ખંભાળીયામાં 3.3 ઈંચ, ગાંધીધામ,લોધીકા અને સિંહોરમાં 3 ઇંચ, કલ્યાણપુર, ગઢ઼ડા, સુરત શહેર, પાટણ અને વેરાવળમાં 2.9 ઇંચ નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X